ભરૂચ લોકસભા શીટને લઈ બન્ને વચ્ચે અત્યારથી જ એક બીજાને પરાસ્ત કરવાની હોડ જામી
સાજીદ સૈયદ, નર્મદા
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચેતર વસાવા વિશે ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ અ-સંસદીય ભાષાનો પ્રયોગ કરતા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એ પણ વળતો જવાબ આપ્યો હતો.
પત્રકાર પરિષદને સંબોધન કરતી વખતે ભરૂચના 6 ટર્મથી સાંસદ રહેલા મનસુખભાઇ વસાવા દ્વારા ધારાસભ્ય ચૈતરભાઈ વિશે ડફોળ અને તળાવના દેડકા જેવા અ-સંસદીય શબ્દોનો ઉપયોગ કરતા વિડિઓ કલીપ માધ્યમો દ્વારા ફરતી થઈ હતી, ત્યારે ચૈતરભાઈ વસાવા દ્વારા એક વિડિઓ મારફતે તેમનો જવાબ આપતા કહ્યું હતું કે તેઓ 6 ટર્મ થી સાંસદ હોવા છતાં પોતાનીજ સરકારમા તેમનું કઈ ઉપજતું નથી, તેમનાથી શેકેલો પાપડ પણ ભાંગતો નથી.
વધુમા તેમને કહ્યું કે તેઓ પીઢ સાંસદ અને સિનિયર હોવા છતાં મારા માટે જે શબ્દોનો પ્રયોગ કર્યો છે, તે મારુ જ નહિ મારા મત ક્ષેત્ર ₹ના તમામ મતદારોનું અપમાન છે, આવનાર ચૂંટણીમા જનતા તેમને જવાબ આપી દેશે, ભરૂચની શીટ માટે પોતે મજબૂત દાવેદાર હોવાનો તેમને દાવો કર્યો હતો.