ગામમાં અતિશય તારાજી સર્જાઈ છે ત્યારે 100 રૂપિયા જેવી નજીવી રકમ કેશડોલ પેટે આપવામા આવે એ શરમજનક વાત છે:નિરંજન વસાવા
(સાજીદ સૈયદ, નર્મદા)
નર્મદા ડેમમાંથી પાણી છોડાતાં જિલ્લામાં પુર ની પરિસ્થિતિ સર્જાઈ હતી અને અનેક ગામોમાં તારાજી થઈ જેથી દરેક પાર્ટીનાં લોકો જેતે ગામોની મુલાકાત લઈ રહ્યા હોય જેમાં આમ આદમી પાર્ટી નર્મદા જીલ્લા પ્રમુખ નિરંજનભાઈ વસાવા જીલ્લા મહામંત્રી અર્જુનભાઈ માછી( કપ્તાન )મુકેશભાઈ પરમાર કિસાન મોરચા પ્રમુખ નર્મદા જિલ્લા તથા નાંદોદ તાલુકાનાં મહામંત્રી બાબુભાઈ વસાવા અને મુકેશભાઈ વસાવા, પ્રવિણભાઈ વસાવા તથા આપ ની જીલ્લા ની ટીમ દ્વારા નર્મદા જીલ્લા ના નાંદોદ તાલુકાનાં સિસોદ્રા ગામની મુલાકાત કરવામાં આવી અને નર્મદા ડેમમાંથી અચાનક છોડવામાં આવેલ પાણી અને તેનાં ધ્વારા થયેલ નુકશાનની જાણકારી મેળવવામાં આવી છે.
જાણકારી મેળવતા જાણવા મળ્યું કે, ગ્રામજનોને જે પારાવાર નુકશાન થયું છે તેની ભરપાઈ થઈ શકે તેમ નથી અને ખૂબ જ કપરી પરિસ્થિતિમાં જીવવા તેઓ મજબૂર બન્યા છે. તેમને થયેલ નુકશાનનું યોગ્ય વળતર અને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે. અને 100 રૂપિયા જેવી નજીવી રકમ કેશડોલ પેટે આપવામા આવી છે તે પણ વિચારવા યોગ્ય છે. આટલી મોંઘવારી માં આટલા રૂપિયા નું શું આવે..? ત્રીજી અર્થવ્યવસ્થા બનવા જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે આ 100 રૂપિયાની કેશડોલ અને તે પણ ગુજરાતમા, કેટલી શરમજનક બાબત કહેવાય તેમ પાર્ટી પ્રમુખ નિરંજન વસાવા એ જણાવ્યું હતું.