રાજપીપલા સાયન્સ કોલેજમાં જાણીતા વિજ્ઞાન લેખક દીપક જગતાપ નું ચન્દ્રયાન -3 ઉપર મનનીય પ્રવચન યોજાયું

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

દીપક જગતાપે પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા લાઈવ નિદર્શન દ્વારા ચન્દ્રયાન -3 વિશે માર્ગદર્શન આપ્યુ.

સાજીદ સૈયદ, નર્મદા

રાજપીપલા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં જાણીતા વિજ્ઞાન લેખક દીપક જગતાપ નું ચન્દ્રયાન -3 ઉપર મનનીય પ્રવચન યોજાયું હતું. ગુજરાત સરકારના ગુજકોષ્ટ સંચાલિત
મંથન લોકવિજ્ઞાન કેન્દ્ર રાજપીપલાના ઉપક્રમે આ વ્યાખ્યાન યોજાયું હતું.

જેમાં મંથન લોક વિજ્ઞાનના
ભરતભાઈ ડોડીયા, કલ્પનાબેન તથા કોલેજના પ્રિન્સિપાલ ડૉ. શૈલેન્દ્રસિંહ માંગરોલા તથા ટ્રસ્ટી રવિ વસાવા તથા સાયન્સ કોલેજના પ્રાધ્યાપકો તથા સાયન્સના વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. કોલેજ તરફથી મુખ્ય વક્તા વિજ્ઞાન લેખક દીપક જગતાપનું ડૉ રવિ વસાવાએ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વક્તા દીપક જગતાપે 23ઓગસ્ટ ના રોજ ચન્દ્રયાન -3 ના સફળ લેન્ડિંગની વૈજ્ઞાનિક માહિતી આપી હતી. જયારે એન એસ એસના પ્રોગ્રામ ઓફિસર પ્રા. ડૉ.ડી જી પ્રજાપતિએ કાર્યક્રમનું સફળ સંચાલન કરી વક્તાનો પરિચય આપ્યો હતો

વક્તા દીપકભાઈ જગતાપે ભારતનું ઈસરો દ્વારા ચન્દ્રયાન -3,23ઓગસ્ટના રોજ ચન્દ્રના દક્ષિણ ગોળાર્ધ ઉપર સફળ લેન્ડિંગ થવાનું છે ત્યારે સમગ્ર દેશ અને દુનિયાની નજર ચન્દ્રયાન -3 ઉપર ખોડાઈ છે ત્યારે આમ જનતામાં ચન્દ્ર ઉપર સફળ લેન્ડિંગ પ્રક્રિયા કેવી રીતે થવાની છે તે જાણવા લોકો ઉત્સુક છે ત્યારેચન્દ્રયાન 2અને 3ની વૈજ્ઞાનિક રસપ્રદ માહિતી પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનદ્વારા લાઈવ નિદર્શનકરાવ્યું હતું.જેમાં ક્રેસ થયેલ લુના 25ની માહિતી અને ચન્દ્રયાન -3ની કામગીરીથી માંડીને સોફ્ટ લેન્ડિંગ થવાની અથ થી ઇતિ સુધી ની રસપ્રદ માહિતીથી વિદ્યાર્થીઓ પ્રભાવીત થયાં હતા.

Share this Article
Leave a comment