પત્ની સાથે હજુ પણ સબંધ હોય એવો વહેમ રાખી લોખંડના સળિયા વડે હુમલો કરી જાતિ વાચક અપશબ્દો બોલતા બે જણ સામે એટ્રોસિટી એક્ટ સહિત હુમલાની ફરિયાદ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
(સાજીદ સૈયદ, નર્મદા)
રાજપીપળામાં પતિ પત્ની અને વોના આ કિસ્સામાં પોતાની પત્નીના પૂર્વ પ્રેમી સાથે હજુ પણ પ્રેમ સબંધ હોવાની શંકાએ પતિ અને તેના મિત્રએ પરાઈ વડે હુમલો કરી જાતિ વાચક અપ શબ્દો બોલતા યુવકે બે જણ વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
અહેવાલો અનુસાર આ ઘટના રાજપીપળા કરજણ નદીના સામે રામગઢ ગામમાં રહેતા અને ટ્રેકટર ઉપર ડ્રાઈવર તરીકે નોકરી કરતા નિલેશ રામલા વસાવા સાથે બની છે જેમાં નરોત્તમ વસાવા રહે. રમગઢની દીકરી પ્રિયંકા સાથે ફરિયાદીને ત્રણ વર્ષ પહેલાં પ્રેમ સબંધ હતો, બાદમાં પ્રિયંકાના લગ્ન આરોપી ઈરફાન ઉર્ફે ઇપ્પુ મેમણ સાથે થઈ જતાં આરોપી ઈરફાન ઉર્ફે ઇપ્પૂએ ફરિયાદી નિલેશને ફોન કરી કહ્યું હતું કે પ્રિયંકાએ મારી સાથે તેની મરજીથી લગ્ન કરી લીધા છે તો, આજ પછી તુ એની સાથે કોઈપણ પ્રકારના સબંધ રાખતો નહીં,
પરંતુ આરોપી ઈરફાન ઉર્ફે ઇપ્પુ મેમણને તેની પત્નીના હજુ પણ ફરિયાદીની સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા હતી, અને જેથી તા. 18/9/23 ના રાત્રે ફરિયાદી નિલેશ ગામની દુકાન ઉપર ગુટકા લેવા જઈ રહ્યો હતો તે સમયે તે સમયે ઈરફાન ઉર્ફે ઇપ્પૂ મેમણ અને હાર્દિક કાઠીયાવાડી (જેના બાપના નામની ખબર ન હોય ) રહે. સિંધીવાડ રાજપીપળાની બાઈક ઉપર આવી કહેવા લાગ્યો કે તું, મારી પત્નીને કેમ હેરાન કરે છે અને એમ કહી જાતિવાચક અપશબ્દો અને ગાળો બોલતા ફરિયાદી યુવકે ગાળો બોલવાનું ના કહેતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ તેના હાથમાં રહેલી લોખંડની પરાઈ યુવકના માથામાં મારી દેતા તેને ફેક્ચર થઈ ગયું હતું.
અને હાર્દિક કાઠીયાવાડી પણ ગદડા પાટુનો માર મારતા યુવકને આંખના ભાગે ઇજા થઇ હતી આ હુમલાથી યુવકે બુમાબૂમ કરતા તેના ઘરના લોકો દોડી આવતા આરોપીઓ તેમની બાઈક ઉપર ફરાર થઈ ગયા હતા, જેથી નિલેશ વસાવાએ આરોપી ઈરફાન ઉર્ફે ઇપ્પુ હનીફ મેમણ તથા હાર્દિક કાઠીયાવાડી વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિત કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.