સાજીદ સૈયદ : નર્મદા
રાજપીપળામાં રખડતા ઢોરોને લઈ નાગરિકો હેરાન પરેશાન છે, તેમના મળમુત્રના કારણે પારાવાર ગંદકી અને દુર્ગંધથી લોકો ત્રસ્ત છે, સ્ટેશન રોડ દુકાનોની સામે બેસી રહેતા ઢોરોને કારણે દુકાનદારો પણ મુશ્કેલી વેઠી રહ્યાં છે, ત્યારે રાજપીપળામાં પાંજરાપોળના અભાવે સમસ્યા વક્રી રહી છે, અને રાહદારી વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. જયારે વહીવટી તંત્ર નિંદ્રાધીન છે, જે આટલા સમયથી આ સમસ્યાનું નિરાકરણ લાવી શક્યા નથી
છેલ્લા કેટલા સમયથી રાજપીપળા નગરમાં રખડતા ઢોરોની સંખ્યામાં દિન- પ્રતિદિન વધારો થઈ રહ્યો છે માલિકો દ્વારા છોડી મુકાતા ઢોરોને કારણે નગરજનો ભારે ત્રાસ સહન કરી રહ્યા છે. જેમાં રાજપીપળા સ્ટેશન રોડ, સૂર્ય દરવાજા, સંતોષ ચાર રસ્તા, દરબાર રોડ શાક માર્કેટની જેમ ગમે ત્યાં ઢોરોના ટોળે ટોળા અડીંગો જમાવી બેસી રહેતા ઢોરોના કારણે ટ્રાફિકની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. વહીવટી તંત્ર પાસે રખડતા ઢોરોની સમસ્યા માટે પાંજરાપોળ કે બીજો કોઈ ઉકેલ ઉપલબ્ધ નથી. જેના કારણે અવારનવાર રખડતા ઢોરો આવેશમાં આવી જઈ રાહદારીઓને અડફેટે લઈ લેતા નાના-મોટા અકસ્માતો સર્જાય છે. તો આવા અકસ્માતમાં કેટલા નિર્દોષ લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે, ત્યારે શહેરના રહેણાંકી વિસ્તારમાં ટોળામાં ફરતા ખૂંટિયા મહિલા, બાળકો, તથા અશક્તોને ભય પ્રેરિત કરી રહ્યા છે
રાજપીપળાના સ્ટેશન રોડ ઉપર દુકાનોની સામે પણ અડિંગો જમાવી બેસી રહેતા ઢોરોના ટોળાના કારણે નગરજનો, અને રાહદારીઓ, સહિત દુકાનદારોને પણ પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે વહેલી તકે તંત્ર રખડતા ઢોરો માટે યોગ્ય પગલાં લઈ આ સમસ્યાનો કાયમી હલ કરે એવી નગરજનોને માંગણી કરી રહ્યા છે.