રાજપીપળાના વડીયા સર્કિટ હાઉસમાં ખાતે NSUI ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીના આગેવાની હેઠળ બેઠક યોજાઈ
(સાજીદ સૈયદ , નર્મદા)
રાજપીપળા ખાતે NSUI ગુજરાત પ્રદેશના પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાની હેઠળ એક બેઠક આયોજક થઈ હતી, જેમાં NSUI પ્રદેશ મહામંત્રી, નર્મદા જિલ્લાના NSUI ના પ્રમુખ, નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ, નર્મદા જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો તથા NSUI મહિલા કાર્યકર્તા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, આ બેઠકમાં હાલ જે ગુજરાતની અંદર યુવા શિક્ષકોની ભરતીને લઈ ટેટ ટાટનો મુદ્દો ચાલી રહ્યો છે અને શિક્ષણ અને શાળાઓની કથળથી જતી હાલત ઉપર તેઓએ ચિંતન કર્યું હતું અને આ બાબતે નર્મદા જિલ્લાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે,ગુજરાતના 33 જીલ્લાની 1657 સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે, એક જ શિક્ષકના હવાલે ચાલતી શાળાઓમાં બાળકો કેવી રીતે અભ્યાસ કરતાં હશે ? તેમનું ભણતર કેવું હશે ? એક જ શિક્ષકથી ચાલતી શાળાઓ મામલે ગામડાંઓમાં સ્થિતિ અતિ ચિંતાજનક અને વિકટ છે, અને ગુજરાત સરકાર જ્ઞાન સહાયક યોજનાના નામે ટેટ ટાટ પાસ કરેલા જે વિદ્યાર્થીઓ છે તેનો કોન્ટ્રાક્ટ ના નામે શોષણ કરવાનું કામ કરી રહી છે, જ્યારે 32 હજારથી વધારે સરકારી શિક્ષકોની પોસ્ટ છે એ ખાલી છે, ત્યારે ગુજરાતની પ્રાથમીક / માધ્યમિક / ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના રદ કરીને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે,
અને વઘુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દર વર્ષે શાળા પ્રવેશોત્સવના નામે તાયફાઓ કરી સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે ત્યારે સરકાર પાસે તાઈફાઓ કરવાના પૈસા છે તો પછી શિક્ષકોની કાયમી ભરતી માટે પૈસા નથી ? એક તરફ શિક્ષણમાં ક્રાંતિકારી પહેલના નામે મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકારનો શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે, આવા અનેક આક્ષેપો NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકી દ્વારા સરકાર પર કરવામાં આવ્યાં છે.