નાદોદ તાલુકાના કરાઠા ગામમાંથી 12,120 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
(સાજીદ સૈયદ, નર્મદા)
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કરાંઠા ગામમાં ખેતરમાં ચાલતા જુગાર પર પોલીસે ઓચિંતુ છાપો મારી જુગાર રમતા 4 જુગારીઓને 12120ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા અને અને આ છાપામાં નાસી જવામાં સફળ થનાર બે જુગારીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા
રાજપીપળા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે નજીકના કરાઠા ગામના ખેતરમાં કેટલા કિસ્સામાં એકત્ર થઈ પૈસાની હાર જીતનો પાના પત્તા વડે જુગાર રમી રહ્યા હોવાની બાદમે મળી હતી જેથી પોલીસે બાટમીવાળી જગ્યાએ ઓચિંતો છાપો મારતા જુગાર રમી રહેલા શખ્શો નાસ ભાગ મચી ગઈ હતી જોકે પોલીસે કોર્ડન કરી જુગાર રમતા 6 શખ્સોને ઝડપી પાડ્યા હતા
જેમાં (1) નિતીનકુમાર ભઈલાલભાઈ પટેલ,રહે. કરાઠા અંબેમાતા ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા (2) લાલુભાઈ અરવિંદભાઈ વસાવા રહે.નાના લીમટવાડા નવીનગરી તા.નાંદોદ જી.નર્મદા (3) દિપેનકુમાર વિનોદભાઈ વસાવા, રહે.વડીયા ચોથુ ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા અને (4) અભયકુમાર વિનોદભાઈ વસાવા, રહે.વડીયા ચોથુ ફળીયુ તા-નાંદોદ જી-નર્મદાનો સમાવેશ થાય છે
તેમની અંગ ઝડતીમાંથી રોકડા રૂ.૭,૦૬૦/- તથા દાવ ઉપરના રૂ.૫,૧૨૦/- મળી કુલ રોકડ રૂપિયા ૧૨,૧૮૦/- મળી કુલ કિં.રૂ.૧૨,૧૮૦/- નો મુદામાલ કબ્જે કર્યો હતો
જ્યારે પોલીસની રેડ દરમિયાન (૧) મહેન્દ્રભાઈ ઉર્ફે મિતેશ વિનોદભાઈ વસાવા રહે.વૃંદાવન સોસાયટી વડીયા તા.નાંદોદ જી. નર્મદા તથા (૨) ગણેશભાઈ નિરવભાઈ વસાવા રહે.નાના લીમટવાડા,સ્ટેશન ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા નાઓ નાશી જતા બંને ને વોન્ટેડ જાહેર કરી તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.