સાજીદ સૈયદ, નર્મદા
નર્મદા જિલ્લાના રાજપીપળામાં જુદી જુદી બે જગ્યાએથી બે મોટર સાયકલ ચોરાઈ ગઇ છે જે અંગેની પોલીસ મથકમાં નોંધાઇ છે
પ્રાપ્ત માહિતી અનુસાર સતીશભાઇ બચુભાઇ,વસાવા,રહે. ભદામ ટેકરા, ગણેશ ફળીયું તા. નાંદોદ.જી.નર્મદાની આશરે રૂ.૨૦,૦૦૦ કિંમતની GJ- 22-J- 1797 નંબરની મોટર સાયકલ રાજપીપળા શહેરમાં આવેલા મચ્છી માર્કેટની ગલીમાંથી અજાણ્યા તસ્કરો ઉઠાવી ફરાર થઇ ગયા હતા, આ સંબંધે સતીશભાઇ બચુભાઇ,વસાવાએ નોંધાવેલી ફરિયાદને આધારે રાજપીપળા પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજો બાઈક ચોરીનો બનાવ રાજપીપળા વડીયા જકાતનાકા પાસે બન્યો છે જેમાં અર્પિતભાઈ નરેન્દ્રભાઈ પટેલ,રહે. શ્રી રામ બંગ્લોઝ, વડીયા જકાતનાકા પાસે, રાજપીપળા નાઓએ નં.GJ-01- PU-3024 નંબરની મોટર સાયકલ સ્ટેરિંગ લોક કરી ઘરના કમ્પાઉન્ડ પાર્ક કરી હતી, આશરે કિમંત રૂ.૫૦,૦૦૦/- ની મોટર સાયકલ કોઈ ચોર ચોરી ગયો હતો, જે બાઈક ચોરી અંગેની ફરિયાદ અર્પિતભાઈ નરેન્દ્રભાઈ પટેલે રાજપીપળા પોલીસે મથકમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી અજાણ્યા ચોરોનું પગેરું શોધવા તપાસ હાથ ધરી છે.