ટ્રેન મારફતે વિદેશી દારૂનો જથ્થો લાવનાર ઇસમને ઝડપી પડતી સુરત રેલ્વે એલ.સી.બી. પોલીસ

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

(પોલાદ ગુજરાત) તા.૦૩,સુરત : અન્ય રાજ્ય બહારથી આવતી રેલ્વે ટ્રેનોમાં વધુમાં વધુ ટ્રેન પેટ્રોલીંગ વોંય રાખી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમો મહિલાઓને શોધી એમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ ખાસ સુચનાઓ મળેલ હોય
જેના આધારે નાયબ પોલીસ અધિક્ષક ડી.એચ.ગૌર પ.રે.સુરત વિભાગ નાઓની તેમજ પોલીસ ઇન્સપેકટર વી.એન.આહીર એલ.સી.બી.પ.રે. વડોદરા તથા પોલીસ ઇન્સ્પેક્ટર સુરત રેલ્વે પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન અને પો.સબ.ઇન્સ. એ.કે.કુવાડીયા એલ.સી.બી. પ.રે.સુરત નાઓની સુચના મુજબ આજ રોજ સુરત રેલ્વે પોલીસ સ્ટેશનના પો.હેડ.કોન્સ. કેશરસિંહ ઉદેસિંહ, પો.કોન્સ.રાજેશભાઇ અલજીભાઇ. મણીલાલ જીવાભાઇ, ગુલાબસિંહ મનસુખભાઇ તથા એલ.સી.બી.પ.રે.સુરતના પો.કોન્સ. વિજયભાઇ વાડિયાભાઇ, મેહુલભાઇ વશરામભાઇ તથા પો.કોન્સ. પ્રકાશભાઇ તેજાભાઇ નાઓ સુરત રેલ્વે સ્ટેશન ઉપર વોચ પેટ્રોલીંગમાં હાજર હતા. તે દરમ્યાન ઉપરોકત સ્ટાફને મળેલ સયુકત બાતમી હકીકત આધારે સુરત રેલ્વે પોલીસ એલ.સી.બી. પ.રે.સુરતના પોલીસ માણસો રેલવે સ્ટેશન ઉપર અલગ અલગ જગ્યાએ વોચમાં ગોઠવાય જઇ બાતમીમાં જણાવ્યા મુજબની ટ્રેન નં.૧૨૯૫૨ રાજધાની એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ ઉપર આવી ઉભી રહેતા સંદર ટ્રેનમાંથી ઉતરીને જતા પેસેન્જરો ઉપર વોંય રાખતા સુરત રેલ્વે સ્ટેશન વેસ્ટ તરફના મુસાફરખાના માંથી એક ઇસમ નામે ભાવેશભાઇ સ/ઓ ચકરભાઇ ચાવડા ઉ.વ.૨૮ ધંધો.મજુરી રહે હાલ રૂમ નં.૩૧ ગાયત્રી સોસાયટી સીતાનગર ચોકડી વરાછા સુરત મૂળ રહેગામ સાતાનાનેસ તા.પાલીતાણા જી.ભાવનગરવાળાને પકડી લીધેલ અને તેની પાસેથી ચાર ટ્રોલી બેગો કી.રૂ.૨૦૦૦ જેમાં કુલ નંગ- ૨૦૪ ભારતીય બનાવટની વિદેશી દારૂની ભરેલ બોટલો કિ.રૂ.૧૦૨,૦૦૦ તથા અંગઝડતી માંથી નંગ-૦૧ મો.ફોન કિ.રૂ.૫૦૦૦ મળી કુલ કિંમત રૂ.૧૦૯,૦૦૦ નો મુદ્દામાલ મળી આવતા પંચનામા કરી મુદ્દામાલ કબ્જે કરી સુરત રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં રેલવે પોલીસને સફળતા મળી હતી

Share this Article
Leave a comment