આહવા ખાતે યોજાઈ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

આહવા : તા: : 30: ડાંગ જિલ્લાના પ્રવાસન ધામ તરીકે વિકસિત થઈ રહેલ સુબીર તાલુકાના શબરી ધામ ખાતે “દશેરા મહોત્સવ”ની ઉજવણીના આયોજન સદર્ભે, ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમા કલેકટર શ્રી ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર તેમજ સુબીર શબરી ધામ ટ્રસ્ટના આયોજનથી 5 ઓક્ટોબરના રોજ “દશેરા મહોત્સવ”ની ઉજવણી થનાર છે. જે સંદર્ભે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર તેમજ શબરી ધામ ટ્રસ્ટના સભ્યોની ઉપસ્થિતમા આયોજન વ્યવસ્થા અંગે ચર્ચા કરવામા આવી હતી.

આ બેઠકમા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. વિપિન ગર્ગ, દક્ષિણ ડાંગના વન સરક્ષક શ્રી રવિ પ્રસાદ, નિવાસી અધિક કલેકટર શ્રી પી.એ.ગાવિત, નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી. જી. પટેલ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this Article
Leave a comment