ડાંગ જિલ્લાના બારીપાડા ગામે નિઃશુલ્ક આયુર્વેદિક આરોગ્ય કેમ્પ યોજાયો

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

(મનીષ બહાતરે/અશ્ર્વિન ભોયે): આહવા: તા: ૫: ડાંગ જિલ્લાના આહવા તાલુકાના બારીપાડા ગામે નિઃશુલ્ક આયુર્વેદિક આરોગ્ય કેમ્પ યોજવામા આવ્યો હતો.

નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કેમ્પમા સ્થાનિક વિસ્તારના 120થી વધુ દર્દીઓની સારવાર કરી, તેઓને નિઃશુલ્ક દવાઓનુ વિતરણ કરવામા આવ્યુ હતુ.

બારીપાડા ખાતે યોજાયેલ આયુર્વેદિક કેમ્પમા નિહાર ચેરિટેબલ સંસ્થાના ટ્રસ્ટ્રીશ્રી ડો.મુકેશભાઈ પટેલ દ્વારા કુદરતી ઉપચારો વિશે લોકોને સમજણ આપવામા આવી હતી. સાથે જ શરીરને તંદુરસ્ત રાખવા માટેના ઉપાયો, વ્યસન મુક્તિ, યોગા તેમજ કુદરતી દવાઓની ઉપયોગીતા વિશે લોકોને જાણકારી આપવામા આવી હતી.

આરોગ્ય કેમ્પમા શરદી, ખાંસી, કફ, સાંધાનો દુઃખાવો, દાંતના દર્દીઓ, તેમજ અન્ય બીમારીઓ ધરાવતા દર્દીઓને નિઃશુલ્ક દવાઓ વિતરણ કરવામા આવી હતી.

ઉલ્લેખનિય છે કે, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ પહેલા પણ ડાંગ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમા નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પ યોજવામા આવ્યા હતા. અત્યાર સુધી એક હજારથી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો છે. આયુર્વેદિક કેમ્પમા ડો. પિયુષભાઇ મકવાણા, શ્રી અક્ષયભાઈ રાદડીયા, શ્રી રાકેશ સુરવાડે દ્વારા મહત્વની ભૂમિકા અદા કરવામા આવી હતી.

આ પ્રંસગે સ્થાનિક આગેવાન શ્રી હિરાભાઇ રાઉત, શ્રી યશવતંભાઇ ગાંગોડા, શ્રી યોહાનભાઇ ગાયકવાડ, શ્રી ચંદુભાઇ સહારે, શ્રી પાંડુભાઇ પવાર, શ્રી આશિષભાઇ ગાંગોડા ઉપસ્થિત રહ્યા હતા.

Share this Article
Leave a comment