2023 ના સાલમાં સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીશ્રીઓને પોલીસ કમિશ્નરશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

(પોલાદ ગુજરાત) તા.૦૮, સુરત : સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા સુચારૂરૂપે જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે શહેરના પોલીસ અધિકારીશ્રીઓ તથા પોલીસ કર્મચારીઓ ઉત્કૃષ્ટ કામગીરી કરે તે અત્યંત જરૂરી છે અને શહેરની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ખુબ જ મહત્વની ભુમિકા રહેતી હોય છે. સુરત શહેરમાં સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓની કામગીરીની સારી નોંધ લઇ તેઓને પ્રોત્સાહિત કરવામાં આવે તો તે અધિકારી/કર્મચારીઓ વધુ ઉત્સાહથી કામગીરી કરે અને અન્ય પોલીસ અધિકારી/ કર્મચારીઓ પણ સારી કામગીરી કરવા પ્રેરાય તે માટે પોલીસ કમિશ્નરશ્રી અજયકુમાર તોમર નાઓ સારી કામગીરી કરનાર સુરત શહેરના પોલીસ અધિકારી/કર્મચારીને સન્માનપત્રો આપીને તથા અન્ય માધ્યમોથી પ્રોત્સાહિત કરતા હોય છે.

આવી જ રીતે ચાલુ વર્ષે સારી કામગીરી કરનાર સુરત શહેરના પોલીસ અધિકારી/કર્મચારીઓને પોલીસ કમિશ્નરશ્રી અજયકુમાર તોમર સાહેબ નાઓએ આજરોજ તા.૦૭ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન, બ્રાન્ચના પોલીસ અધિકારી/કર્મચારીઓને પ્રસંશાપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Share this Article
Leave a comment