મેકેવિસ ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લાના HIV પીડિત બાળકોને જરૂરી વસ્તુઓ આપી પ્રોત્સાહિત કરાયા

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

બાળકો સારવાર અને દવા નિયમિત લે તે માટે સાઇકલ,રમકડાં,ગેમ જેવી મનગમતી વસ્તુઓ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા

(સાજીદ સૈયદ, નર્મદા)

રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં એચઆઇવી પીડિતો સ્વસ્થ જીવન જીવી રહ્યા છે જેનો શ્રેય જિલ્લામાં કામ કરતી સંસ્થાઓ અને રાજપીપળા સિવિલનાં એઆરટી સેન્ટરને જાય છે, જોકે આ પીડિતોને સમયાંતરે અનેક વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવે છે

જેમાં કેટલીક સંસ્થાઓ મદદરૂપ બને છે, ત્યારે હાલમાં એપી પ્લસ સંસ્થામાં ચાલતાં વિહન પ્રોજક્ટનાં સપોર્ટ અને ART સેન્ટરમાં સહકારથી
રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે મેકેવિસ નામની અમદાવાદની સંસ્થા દ્વારા એચઆઇવી ગ્રસ્ત બાળકો માટે અવનવી અને બાળકોને ગમતી વસ્તુઓ આપવામાં આવી હતી જેમાં સાઇકલ, રમકડા, વીડીયો ગેમ, રીમોર્ટ કાર,સ્કુલ બેગ જેવી અનેક મન ગમતી વસ્તુઓ નર્મદા જિલ્લાના ૨૦ જેટલા બાળકો ને આપવામાં આવી અને આ વસ્તુઓ લઈ બાળકો અને તેમના વાલીઓ ખુબ ખુશ થયા અને સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો.

સંસ્થા દ્વારા બાળકોને ગમતી આ વસ્તુઓ એટલા માટે આપવામાં આવી જેમાં નાના બાળકો કે જે, એચઆઇવી પીડિત છે અને બાળકને આ બાબતનું કોઈ જ્ઞાન નથી તેવા બાળકોને દવાખાને દ્વારા માટે કે અન્ય સારવાર માટે લાવવા મુશ્કેલ બને છે માટે વાલીઓ તેમના બાળકોને મળેલી સાઇકલ, રમકડા સહિતની વસ્તુઓ આપી તેમને સારવાર અર્થે લાવી શકે છે જેથી વસ્તુઓ આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલનાં સીડીએમો એચ.બી કોઢારી,એઆરટી નાં મેડિકલ ઓફિસર ડો.પ્રેરક ગીરીશ આનંદ ડો. હેતલબેન(મેડીકલ ઓફિસર DTC)AHA તુષારભાઇ, મનીષા સાલુંકે (પ્રોજેક્ટ કોર્ડીનેટર,વિહાણ પ્રોજેક્ટ)તેમજ એઆરટી,આઇ.સી. ટી.સી. વિહાણ અને સ્વેતના પ્રોજેક્ટ નો સ્ટાફ હાજર થયો હતો.

Share this Article
Leave a comment