મનિષ બહાતરે /અશ્વિન ભોયે : આહવા
ગરીબોની બેલી સરકાર દ્વારા સરકારી યોજનાઓનો તો અઢળક ભંડાર પરંતુ લાભ ક્યાંક ને ક્યાંક વચ્ચે જ ખોટકાઈ જતો જોવા મળ્યો જ્યાં ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયત હસ્તક મહિલા અને બાળ વિભાગ સંચાલિત આરોગ્ય વિભાગ દ્વારા કસ્તુરબા પોષણ યોજના-જનની સુરક્ષા યોજના અંતર્ગત સરકાર દ્વારા સગર્ભા માતાઓને સગર્ભા સમયે ત્રણ માસમાં નોંધણી કરાવી ત્યારે ડિલિવરી થવાના સમય ગાળા દરમિયાન નવજાત શિશુના જન્મના ત્રણ માસના રસી ના ડોઝના સમયે તમામ સગર્ભા માતા બહેનોને સરકાર દ્વારા નાણાં સ્વરૂપે સહાય મળવા પાત્ર હોય છે પરંતુ ડાંગ જિલ્લામાં આ તમામ લાભો જાણે કાગળના પાન પૂરતી મર્યાદિત છે એમ સ્પષ્ટતા પુરે છે ,જ્યાં જોવા જઈએ તો ડાંગ જિલ્લામાંથી સારવાર અર્થે આવતી શિક્ષિત સગર્ભા બહેનો પોતાનો હક મેળવી લે છે પરંતુ અજાણ બહેનોના લાભની મૂડી દરેક જિલ્લા- તાલુકા આરોગ્યની ખુરશી પર બેસેલા નેતાઓ અને અધિકારીઓના ખિસ્સામાં જતી હોય એમ લોક મુખે ચર્ચાઓ થવા લાગી છે. કહેવાય ને કે “”ટીપે ટીપે સરોવર ભરાય “”માટે ડાંગ જિલ્લા તાલુકા વહીવટી તંત્ર આવી સર્વ સામાન્ય યોજનાના લાભ થકી બહેનો વંચિત રહેતી હોય તો આરોગ્ય વિભાગના અધિકારીઓ અને લોક નેતા કે જેઓ માત્ર નામ બડે અને દર્શન ખોટે માટે જ જનતા ની સેવા હેતુ પ્રતિનિધિત્વ આપ્યું ,વધુમાં આઈ સી ડી એસ માં ચાલતા કૌભાંડ દિન પ્રતિદિન વધી ને ચરમ સીમા વટાવી છે જ્યાં ખુરશીના મોહી સત્તા ધીશો અને જવાબદાર અધિકારીઓની મિલી ભગતને કારણે ડાંગના આદિવાસી લોકોને મળતા લાભો થકી વંચિત રહી જતા હોય છે, અને આ કટકી બાજો પોતાના ખિસ્સા ગરમ કરવામાં જ વ્યસ્ત માટે સમાચાર પત્ર હવે ખોલશે દરેક વિભાગ ની પોલ માટે જુઓ આવતા અંકે ફરી આઈ સી ડી એસ વિભાગ ના કાળા કારનામા ની પોલ .
ડાંગ જિલ્લા આઈ સી ડીએસ વિભાગમાં સરકારી બાબુઓનો વિકાસ ખૂબ મોટા પાયે થયો છે કે લાભાર્થીઓને આવતા અંકમાં જુઓ