અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું

નર્મદા જિલ્લાની કચેરીઓના સંકુલમાં અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

સાજીદ સૈયદ, નર્મદા

નર્મદા જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તાર જેવા કે, જિલ્લા સેવાસદન, જિલ્લા ન્યાયાલય સંકુલ, જિલ્લા પંચાયત કચેરી, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી ખાતે દરરોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના સરકારી કામ માટે આવેલા હોય અથવા કામ કરતા હોય તેવા અથવા વ્યાજબી કામ સબબ આવેલા હોય તે સિવાયના અનઅધિકૃત વ્યક્તિઓ, કે વ્યક્તિઓની ટોળી આ કચેરીમાં આવતી જાહેર જનતા, અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી આપવાનું જણાવતા અનઅધિકૃત વચેટીયા તરીકે કામ કરવા ઈરાદો રાખતા આવા વ્યક્તિઓના પ્રવેશ પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.એ.ગાંધીએ જાહેરનામુ બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ જાહેરનામાનો અમલ તા. ૨૫મી ઓગષ્ટથી ૨૨મી ઓક્ટોબર- ૨૦૨૩ સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ – ૧૩૫ તથા ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે જે-તે સ૨કા૨ી કચેરીના વડા તેમજ નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને ધિકૃત કરવામાં આવ્યા છે.

Share this Article
Leave a comment