ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય
(પોલાદ ગુજરાત) સુરત, 27 એપ્રિલ
દેશ ના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના વિઝન અને માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ,કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ,ગુજરાત રાજ્ય ના ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી,મંત્રી શ્રી પ્રફુલ ભાઈ પાનશેરીયા તથા સંગઠન ના મહામંત્રી શ્રીઓ,ધારાસભ્યો દ્વારા કરાયેલ આયોજન થકી આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં તથા સુરત મહાનગર માં ભાજપ ને ભવ્ય વિજય મળ્યો છે જેમાં ખાસ કરીને કાર્યકર્તાઓ આવી કાળઝાળ ગરમી માં પણ મતદાતા સુધી પહોંચી તેઓ ને વિકાસ ના કાર્યો તથા પંડિત દીનદયાળ ઉપાધ્યાય જી ના છેવાડાના માનવી માટે ની વિવિધ યોજનાઓ સમજાવી રહ્યા છે જેનું આજે આ પરિણામ આવ્યું છે.
સુરત મહાનગરના તમામ 30 વોર્ડ માં 120 બેઠકમાં ભારતીય જનતા પાર્ટી એ 115 બેઠક પર ભગવો લહેરાવ્યો છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના સૂપડા સાફ કર્યા છે.
સુરત મહાનગરપાલિકાના ઈતિહાસમાં ફરી અનોખી રાજકીય સ્થિતિ સર્જાઈ છે. 1995માં ભાજપે 99માંથી 98 બેઠકો જીતી વિરોધ પક્ષને નાબૂદ કર્યો હતો. વર્ષો બાદ ફરી એ જ પ્રકારનું રાજકીય દ્રશ્ય સામે આવ્યું છે. વર્તમાન ચૂંટણીમાં વિપક્ષ નો પ્રભાવ ઘટ્યો જોવા મળ્યો. નિયમ મુજબ 10% બેઠકો વિના વિપક્ષ નેતાનું પદ મળતું નથી. આ કારણે સભાગૃહ હવે સત્તાવાર વિપક્ષ વગર ચાલશે. વર્ષ 2000 માં કોંગ્રેસ પાસે 25 બેઠકો સાથે મજબૂત હાજરી હતી. 2015માં કોંગ્રેસે 36 બેઠકો સાથે વધુ પ્રભાવ બતાવ્યો હતો. વર્ષ 2021માં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો સાથે વિપક્ષ તરીકે એન્ટ્રી કરી હતી. હાલની પરિસ્થિતિમાં પક્ષાંતર અને પરિણામોએ ગણિત બગાડ્યું છે. કોઈપણ પક્ષ જરૂરી સંખ્યાબળ સુધી પહોંચી શક્યો નથી ત્યારે ભાજપમાં દબદબો જોવા મળ્યો.
આ ચૂંટણીમાં અનેક દિગ્ગજ નેતાઓને ભુંડી હારનો સામનો કરવો પડયો.સુરતમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠીયાની હાર થઈ છે. સુરત મહાનગરમાં વિકાસ ની જીત થઈ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના વિજેતા ઉમેદવારોએ વિજય રેલી કાઢીને જીત ની ખુશી વ્યક્ત કરી હતી.
મીડિયા વિભાગ,ભારતીય જનતા પાર્ટી,સુરત મહાનગર

