(સાજીદ સૈયદ : નર્મદા)
ગરુડેશ્વર કેવડિયા વચ્ચે હાઇવે ઉપર આવેલા ગભાણા બ્રિજ ઉપર જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં કોન્ક્રીટ મિક્સર ટ્રકની પાછળ બાઈક ઘૂસી જતા ગરુડેશ્વર તાલુકાના ઓરપા અને કારેલી ગામના બે યુવકોના મોત થયા હોવાનો અરેરાટી ભર્યો બનાવ બન્યો હતો.
આ અંગેની વધુ વિગત એવી છે કે, ખુશાલભાઈ હરેશભાઈ તડવી રહે. ઓરપા તા. ગરુડેશ્વર. જી. નર્મદા અને પરિમલ ઉર્ફે ભોલા શૈલેષભાઈ તડવી રહે. કારેલી ગામ તા. ગરડેશ્વર જી. નર્મદા પોતાની બાઈક નં. GJ.22.R. 1158 લઈ રાજપીપળા ખાતે નવરાત્રીના મેળામાં જ રહ્યા હતા ત્યારે, ફુલ સ્પીડમાં જતી ચાલતી બાઈક ગભાણા બ્રિજ ઉપર કોન્ક્રીટ મિક્સર ટ્રક પાછળ ઘૂસી જતા બંને યુવાકોને ગંભીર ઈજાઓ થઈ હતી અને અકસ્માત એટલો ભયાનક હતો કે, બંને યુવકોના માથાના ફુરચે ફૂરચા થઈ ગયા હતા, જેથી તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
તા 28 ઓક્ટોબર અને શુક્રવારના રાતના 8:30 વાગ્યાના આસપાસ બનેલા આ બનાવથી અરેરાટીની લાગણી ફેલાઈ ગઈ હતી અકસ્માતની જાણ થતા કેવડિયા પોલીસ ઘટના સ્થળ દોડી ગઈ હતી અને બંને મૃતક યુવકોના લાશનો કબજો મેળવી ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી.