સેવા સપ્તાહ અંતર્ગત લિંબાયતના ધારાસભ્ય સંગિતાબેન પાટીલે ૧૦૦ દિવ્યાંગ વ્યક્તિઓને આપ્યા કૃત્રિમ અંગ

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

 

સેવા સપ્તાહ અંતર્ગત દિવ્યાંગ વ્યક્તિઓ માટે કૃત્રિમ અંગ અને સાઇકલ, ચશ્માનું કરાયું વિતરણ

સુરત:શુક્રવાર-તા.૧૮: દેશના પનોતા પુત્ર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ૭૦માં જન્મદિવસ નિમિત્તે દેશમાં હાલ સેવા સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. ત્યારે લોક સેવક વિવિધ કાર્યક્રમોના માધ્યમથી લોકોની સેવા કરી રહ્યા છે. અને જન્મ દિવસની ઉજવણીને યાદગાર બનાવવા લોકોની સેવા કરવાનો મોકો ક્યારેય ચૂકતા નથી. બર્થ ડે આવે એટલે જિંદગીનું એક વર્ષ ઓછું થાય પણ ભવિષ્યમાં આવનાર દિવસોમાં જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ થાય તે માટે સેવાકીય કાર્યો કરવામાં આવે છે.

લિંબાયત વિધાનસભાના જનસંપર્ક કાર્યાલય ખાતેથી ધારાસભ્ય સંગિતાબેન પાટીલ અને ઇકબાલ કડીવાલા સહિત અનેક કાર્યકરોની હાજરીમાં સેવા સપ્તાહની ઉજવણી અંતર્ગત લિંબાયત વિસ્તારમાં રહેતા દિવ્યાંગ વ્યક્તિઓ માટે કૃત્રિમ અંગના સાધનોની સાથે સાયકલ અને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. લિંબાયત વિસ્તારના ૧૦૦ જેટલા દિવ્યાંગ વ્યક્તિઓ માટે વ્હિલ ચેર, બગલ ઘોડી, વોકર, ટોઈલેટ ચેર, હેન્ડ સ્ટિક જેવા વિવિધ સાધનોનો દિવ્યાંગ ભાઈઓ બહેનોઓએ લાભ લીધો. ૧૦૦ વૃધ્ધ વ્યક્તિઓના આંખના નંબર કઢાવીને ચશ્માનાં વિતરણ સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ૭૦મા બર્થ ડે નિમિત્તે ૭૦ વ્યક્તિઓને અનાજની કીટ પણ આપવામાં આવી. સાથે જ જાહેર સ્થળે સ્વચ્છતા, શાળા અને સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં વૃક્ષા રોપણ, રક્તદાન, પ્લાઝમા દાનની સાથે અનાજ કીટ વિતરણ જેવા વિવિધ લોક સેવાના કાર્યક્રમો સેવા સપ્તાહ દરમિયાન યોજવામાં આવી રહ્યા છે.

Share this Article
Leave a comment