સાજીદ સૈયદ, નર્મદા
નર્મદા જિલ્લામાં આપઘાત બે બનાવો બન્યા છે, જેમાં સાગબારની ખોપી ગામની 31 વર્ષીય પરિણીતાએ ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું છે જ્યારે ડેડીયાપડાના નિવાલ્દાની 19 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે, બનાવ અંગે જાણ થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનેલી પહેલી ઘટનામાં સાગબારાના ખોપી ગામની 31 વર્ષીય પરિણીતા આશાબેન મગનભાઈ વસાવાના પતિ મગનભાઈ સુરપસિંગ વસાવા પોતાની પત્નીના આડા સંબંધ માટે મનમાં શક કરતા હોય જે બાબતનું મરણ જનારના મનમાં લાગી આવતા તા.17/8/2023 ના રોજ આશરે 9 વાગ્યાના અરસામાં ઘરમાં રહેલી ઝેરી દવા પી લેતા સારવાર અર્થે તાત્કાલિક ડેડીયાપાડા સરકારી દવાખાનામાં લાવવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તા. 19/8/2023 ના રોજ સારવાર દરમિયાન મોત થયું હતું.
બીજા બનાવ અંગે મળતી માહિત મુજબ 19 વર્ષીય પરિણીતા સીમાબેન વસાવા રહે. મોતીનગર, નિવાલ્દા, તા.ડેડીયાપાડા જી.નર્મદાનાઓને તેમના સસરા બોલ્યા કરતા હોય જે બાબતનું તેમને મનમાં લાગી આવતા નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી જીવન દોરી ટૂંકાવ્યુ હતું. બનેલા બંને બનાવના પગલે પોલીસે ગુનો નોંધી આગળ ની તાપસ હાથ ધરી છે.