આહવા : તા: ૨૭: ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યાની અધ્યક્ષતામા આહવા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના સ્વાગત ચાર જેટલા પ્રશ્નોનુ હકારાત્મક નિરાકરણ કરાયુ છે.
ડાંગ જિલ્લાના આ કાર્યક્રમમા ચિંચવિહિર (આંબુર)ના શ્રી સખારામ લાસ્યાભાઈ ચૌધરીએ રજુ કરેલા સુબીર તાલુકાના પૂર્વપટ્ટીના ગામોમા એસ.ટી.બસની સુવિધાના બે પ્રશ્નો સહીત, વઘઈના શ્રીમતી સુકરીબેન રાવજીભાઈએ રજુ કરેલા મહેસુલી પ્રશ્ન, ઉપરાંત આહવાના શ્રી મનીષભાઈ મારકણાએ રજુ કરેલા આહવા નગરમા વરસાદી પાણીના નિકાલના પ્રશ્નનો સુખદ નિકાલ કરાયો છે.
પ્રજાજનોના પ્રશ્નો-સમસ્યાને ઉકેલવામા, અને તેનુ સુખદ નિરાકરણ નિયત સમયમા આવે, તેમજ આવી ફરિયાદોના કિસ્સામા નિર્ણાયકતા સાથે ઝડપી કામગીરી દ્વારા સ્થાનિક કક્ષાએ જ ઉકેલ આવે તે આ કાર્યક્રમની સાર્થકતા છે, તેમ જણાવતા ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રીપદ દરમ્યાન, રાજ્યના નાગરિકો-પ્રજાજનોની સમસ્યાઓ, રજૂઆતોના ટેક્નોલોજીના માધ્યમથી સ્થળ પર જ નિવારણ માટે, આ સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રિવન્સીસ થ્રૂ એપ્લીકેશન ઓફ ટેક્નોલોજી ‘સ્વાગત’ કાર્યક્રમની શરૂઆત કરાવી છે, તેમ ઉમેર્યું હતુ.
તદઅનુસાર દર મહિનાના ચોથા ગુરૂવારે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામા આવે છે. ગત તા. ૨૫/૦૮/૨૦૨૨, ગુરુવારે યોજાયેલા સ્વાગત કાર્યક્રમમા જિલ્લા કક્ષાએ રજુ થયેલા કુલ પાંચ પૈકી ચાર પ્રશ્નોનુ હકારાત્મક તથા એક પ્રશ્નનુ નકારાત્મક નિરાકરણ કરાયુ હતુ.
–