મહિલા સામખ્ય-તાપી દ્વારા ઉચ્છલના જામણે ગામમાં
કુપોષણ અને કોરોના જાગૃતિ અભિયાન અતર્ગત તાલીમ શિબીર યોજાઈ
“સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભારત” અંતર્ગત બહેનોએ ઉત્સાહભેર ગામની સફાઈ કરી:
વ્યારા, તાપી જિલ્લામાં ઉચ્છલ તાલુકાના જામણે ગામમાં મહિલા મહિલા સામખ્ય,તાપી દ્વારા દ્વારા કુપોષણ અને કોરોના જાગૃતિ અભિયાન અતર્ગત તાલીમનું શિબીરનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ૪૨ બહેનો સહભાગી થયા. આ શિબિરમાં સી.આર.પી. બહેન ગિરેશ્વરી ગામીત દ્વારા
દ્વારા કુપોષણને લઈ પોષણ આહાર,
એનિમીયા વિશે તથા કોવિડ-૧૯ કોરોના વાયરસના લક્ષણો અને તેના બચાવ તથા આયુર્વેદિક ઉકાળા વિશે મહિલાઓને વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૦મા જન્મ દિન નોમિત્તે “સેવા સપ્તાહ” ઉજવણી દરમિયાન સ્વચ્છતાની ઝુંબેશમાં ભાગ લઈને “સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભારત” ના નિર્માણમાં ભાગીદાર થવા માટે બહેનોએ ઉત્સાહભેર સહભાગી થઈ ગામ સફાઈ કરી હતી.