વ્યારા: મહિલા સામખ્ય-તાપી દ્વારા સોનગઢ તાલુકાના ખોગળગામે સી.આર.પી ગીતાબેન ચૌધરી દ્વારા પોષણ માસની ઉજવણી નિમિતે પોષણ અને કોરોના જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે પોષણને ધ્યાનમાં રાખી વાનગી સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું, જેમા સંઘના ૧૨ બહેનોએ વિભિન્ન વાનગીઓ બનાવી સ્પર્ધામાં ભાગ લઈ ગામડામાં મળતી વિવિધ શાકભાજી અને ખાસ કરીને ચોમાસા દરમિયાન વાડામાં થતી અને સહેલાઈથી મળી રહેતી ભાજીના મુઠિયા, કંદમુળનું શાક તેમજ બાલમંદિરમાં આપવામાં આવતા પુરક આહારમાંથી કેક બનાવ્યા હતા. પોષણ આહારને ધ્યાનમાં રાખી વાનગીની ગુણવત્તા અને બનાવટના આધારે ૧ થી ૩ નંબર આપવામાં આવ્યા અને વિજેતાઓને સ્ટીલના ડબ્બા સ્વરૂપે ઈનામ આપવા આવ્યાં હતા.સ્પર્ધામાં ભાગ લીધેલ બહેનોને પણ પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા હતા. મહિલા સામખ્યના કાર્યકર્તા, સંઘના ૧૮ બહેનો તથા સી.આર.પી કમુબેન, વર્ષાબેન,જ્યોતિકાબેન હાજર રહ્યા હતા