કાંતિભાઈ ગામીત ના કાર્યક્રમમાં કાર્યવાહી થતા કોવીડ 19 ના નિયમોનુ ભંગ કરેલ અન્ય લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય પગલાં લેવા બાબત આવેદનપત્રમાં જણાવેલ છે.
તાપી જિલ્લાના સોનગઢ તાલુકા ના દોસ વાડા ગામે આદિવાસી ના લોકલાડીલા માજી ધારસભ્ય કાંતિભાઈ ના પોત્રી ના સગાઈ પ્રસંગે સ્વાવલંબન ઉમટી પડેલા લોકો ના ભીડને લઈ ને વહીવટી તંત્ર દ્વારા કોરોના ના નીતિ નિયમ નું ભંગ કરવા બદલ ગુનો દાખલ કરી ધરપકડ કરવા માં આવી છે તથા અન્ય આદિવાસી વિસ્તાર માં પણ પ્રસંગો માં તંત્ર દ્વારા કાનૂની પગલાં લેવામાં આવ્યા છે જેમાં આદિવાસી સમાજ સાથે ભેદભાવ ની નીતિ રાખવા માં આવી છે તે બાબતે તાપી કલેકટર શ્રી ના એવદન પત્ર આપવા માં આવ્યું છે આદિવાસી સમાજ ના સભ્યો નું જણાવવા નું હતું કે.આ અગાઉ ચૂંટણી વખતે વિવિધ રાજકીય પક્ષો દ્વારા જમકે ભાજપા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ની રેલીઓ માં હજારો લોકો ભેગા થયેલા હતા ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોવિડ 19 ના તમામ નિયમો નું સરેઆમ ઉલ્લઘન થયું હતું .તેમજ ડાંગ જિલ્લા ના ધારાસભ્ય ની ચૂંટણી માં પણ હજારો લોકો ભેગા થયેલા ને કોવીડ 19 ના ગાઈડ લાઈન નું ઉલધન થયલું જોવા મળ્યું હતું .અને થોડા સમય પહેલા શ્રી અહમદ પટેલ ની અંતિમ યાત્રા માં પણ હજારો લોકો ની ભીડ જોવા મળી હતી અને વધુ માં જોવા મળ્યું હતું કે જ્યારે નાના માણસ કરોના ના દર્દી ના મૃત દેહો નજીક પોતાના કુટુંબી જનોને પણ જવા દેવામાં આવતા નહિ તો અહમદ પટેલ ની અંતિમ યાત્રા માં એટલી બધી ભીડ હોવા છતાં તેમને કેમ વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ કાર્ય વહી કરવામાં ના આવી હોવાથી તંત્ર ની બેવડી નીતિઓ સ્પષ્ટ પ્રમાણે જણાય આવે છે અને આદિવાસી સમાજ માં સ્વયમ્ ભુ લોકોની હાજરી વખતે વહીવટી તંત્ર દ્વારા કરોનામાં નિયમો ના ભંગ બદલ ગુનો દાખલ કરવા માં આવે છે.જે સ્પષ્ટ પણે આદિવાસી સમાજ ને અન્યાય થયો હોઈ તેવું જણાય આવે છે. જેથી બધા ને સમાન કાયદો છે તો બધાને j લાગુ પડે છે છતાં ઘણા નેતા કરોના ના નીતિ નિયમો નું ઉલંઘન કરેલ છે. તેઓ માટે કોઈ પણ કાર્યવાહી કરવા માં આવી નથી .જે તેઓ પર કાયદેસર ની કાર્ય વહી કરવા માં ના આવે તો આદિવાસી સમાજ દ્વારા યોગ્ય કાયદેસર રીતે આંદોલન કરવા ની ચીમકી આપી હતી જેની જવબદારી વહીવટી તંત્ર ની રહસે તેમ જણાવવા માં આવ્યું હતું.