નહેરૂ યુવા કેન્દ્ર અને સાર્થક યુથ ક્લબ દ્વારા હિન્દી પખવાડિયાની ઉજવણી કરવામાં આવીઃ

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

સૂરતઃમંગળવારઃ- ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલય નહેરુ યુવા કેન્દ્ર સૂરત અને સાર્થક યુવા મંડળ દ્વારા હિન્દી પખવાડિયાની ઉજવણી સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા વિશે એ. કે. ઇન્સ્ટિટ્યૂટ પિયુષ પોઇન્ટ પાંડેસરા ખાતે યુવાઓને માહિતી આપવામાં આવી હતી.
જિલ્લા યુવા સંયોજક સચિન શર્મા દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે માહિતી સાથે ભવિષ્યમાં રોજગારીની તકોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા તા.૧૪ થી ૨૮ સપ્ટેમ્બર સુધી હિન્દી પખવાડિયું ઉજવવામાં આવે છે. સામાજિક કાર્યકર દીપક જાયસવાલ દ્વારા હિન્દી પખવાળા દિવસની ઉજવણી વિશે માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં એ. કે. ઇન્સ્ટિટ્યૂટના સંચાલક દયાનિધિ સાહુ, સામાજિક કાર્યકર દીપક જયસ્વાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યકમનું સફળ સંચાલન સ્વયંસેવક દીપક ભીલ અને ઇન્સ્ટિટ્યૂટના રાજેશ પ્રધાન, મનીષા ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.

Share this Article
Leave a comment