કોમર્શીયલ વાહનો માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઈન RE AUCTION શરૂ થશે

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

સુરત,શનિવાર: સુરત પાલ આર.ટી.ઓ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગીના નંબરની ફાળવણી માટે ઓનલાઈન RE AUCTION શરૂ કરવામાં આવ્યું છે. નંબર મેળવવા ઈચ્છુક વાહન માલિકો ભાગ લઇ શકે તે હેતુસર HGV /LGV કોમર્શીયલ વાહનો માટેના ૧ થી ૯૯૯૯ માટેની GJ0BX, GJ05BZ તથા GJ05CU સિરીઝના ગોલ્ડન અને સિલ્વર નંબર માટે RE AUCTION મુદત વધારવામાં આવી છે.
જેથી વાહનમાલિકોએ http:/ parivahan.gov.in/fancy પર તા.૨૧/૦૯/૨૦૨૦ ના રોજ બપોરે ૨.૦૦ વાગ્યા સુધીમાં RE AUCTION માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તા.૨૧મીએ બપોરે ૨ થી ૫ વાગ્યા સુધી બિડિંગ ઓપન થશે. તા.૨૨ના રોજ ફોર્મ જમા કરવાના રહેશે. અરજદારોના સી.એન.એ. ફોર્મ સાત દિવસની અંદર ઓનલાઈન સબમિટ કરવાનું રહેશે. જો ફોર્મ આર.ટી.ઓ. કચેરીએ રજુ કરવું. જો તેમ નહિ કરવામાં આવે તો તેઓને પસંદગીનો નંબર ફાળવવામાં આવશે નહિ. વાહનના સેલ લેટરમાં સેલ તારીખ થી ૬૦ દિવસના અંદરના અરજદારો હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે એમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, સુરત દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

Share this Article
Leave a comment