તા. ૨૫
હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ વ્યારા દ્વારા આજરોજ પ્રાથમિક શાળા ખડકા ચીખલી ના એક થી આઠ ધોરણના 163 વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. જે બદલ વિદ્યાર્થીઓએ તેમજ શાળાના શિક્ષકોએ ટીમ હ્યુમન અલાયન્સ નો ખુબ ખુબ આભાર માન્યો હતો. આ પહેલા પણ હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાથમિક શાળા ખડકા ચીખલી ખાતે ચિત્ર સ્પર્ધા વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટ વિદ્યાર્થીઓ માટે ઘણી પ્રવૃત્તિઓ કરતું આવ્યુ છે. લોકડાઉન દરમિયાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે ઘણી ઓનલાઈન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.