હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા ‘આઝાદીનો અમૃત મહોત્સવ’

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા
‘આઝાદીનો અમૃત મહોત્સવ’ આયોજન 9જ દેશના દરેક નાગરિક માટે ગૌરવની બાબત છે, અને આઝાદીના75 વર્ષમા આપણા દેશે લોકશાહીના મૂળિયાને વધુ ઊંડા બનાવ્યા છે. એટલુ જ નહીં, આપણે વિકાસના દરેક પાસાની દ્રષ્ટિએ વિશ્વમા એક યોગ્ય સ્થાન પર ઊભા છીએ.ભારત સરકારે તેમના દેશના નાગરિકોને દેશભક્તિ પ્રદર્શિત કરવા માટે 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ 2022 સુધી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની અપીલ કરી છે. આ અવસરે દેશમા20 કરોડથી વધુ ઘરો અને 100 કરોડથી વધુ લોકો ત્રણ દિવસ સુધી પોતાના ઘરે તિરંગો લહેરાવશે.
આવો આપણે પણ રાષ્ટ્રગૌરવનુ ગાન કરવાના પ્રાપ્ત થયેલા અવસરને અનુસરીએ. ઘરે ઘર તિરંગો લહેરાવીએ (કુ.પરી પટેલ, ક્લાસિક્સ ડાન્સર, સાપુતારા, જિ.ડાંગ)

Share this Article
Leave a comment