આ સ્થળે ભૂતકાળમાં ઘણા અકસ્માતના બનાવો બની ચૂક્યા છે અને અકસ્માતમાં લોકએ જીવ પણ ગુમાવ્યા છે
(મનિષ બહાતરે દ્વારા : આહવા)
આહવા : ડાંગ જિલ્લામાં આવેલ કાલીબેલ ગામ માંથી પસાર થતા પિંપરી થી વ્યારા તરફ જતા સ્ટેટ હાઈવે ઉપર કાલીબેલ ગામ નજીકમા આવેલ એક વળાંક પાસે ભૂતકાળમાં શરીર કાંપી ઉઠે તેવા અકસ્માત ના દ્રશ્યો જોવા મળતા હતા
અને લોકોએ જીવ ગુમાવ્યા છે પરંતુ આજે તે જગ્યાએ નવનિર્માણ કરી રસ્તાની પહોળાઈ અને ઊંચાઈ વધારી તો દેવાઈ છે પણ રસ્તામાં નડતરરૂપ કળબ અને સાગના ઝાડ અડીખમ ઊભા નજરે પડી રહ્યા છે તેનું શું? આ બાબતે લાગતા વળગતા અધિકારીઓની સમજદારી કે નફ્ફટાઈ કહેવાય
આ અડીખમ ઝાડો ને વહેલી તકે ખસેડવામાં નહી આવે તો આ રસ્તા ઉપર થી પસાર થતા વાહન ચાલકો માટે અકસ્માત ની ઘટના દૂર નથી?