સુબીર તાલુકામાં પાણી પુરવઠા જૂથ યોજનાની સ્કીમનાં રોજમદારોને એજન્સી દ્વરા બે માસનો પગાર ન ચૂકવાતાં રોજમદારો રોષે ભરાયા અને આપી કલેકટર ને ફરીયાદ કરવાની ચીમકી

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

ડાંગ: સુબીર તાલુકાનાં જામાન્યમાળ
અને ગીરમાળ ગામે પાણી પુરવઠા જૂથ યોજના ની સ્કીમો ઉપર એક યોજના દિઠ ચાર તેમ બે સ્કીમ ઉપર કુલ આઠ રોજમદારો કામ કરી રહ્યા છે તેમા ગીરમાળ ગામની સ્કીમ આહવા ડાંગ ની એજન્સી ચલાવે છે અને જામન્યામાળ જૂથ પાણી પુરવઠા યોજનાની સ્કીમ અમદાવાદની એજન્સી ચલાવે છે આ બન્ને સ્કીમ ઉપર કામ કરતા રોજમદારો ફરીયાદ કરી રહ્યા છે કે એજન્સીના કોન્ટ્રાકટર દ્વારા દરેક વખત બે-ત્રણ માસ નો પગાર અટકાવી રાખવામાં આવતો હોય છે રોજમદાર નું કહેવું છે કે અમારો અન્ય કોઇ વ્યવસાય નથી અને જે કંઈ આપવામાં આવે છે તેનાથી અમારૂં ઘર ચાલતું હોય છે અને હાલ છોકરાઓના એડમિશન ચાલુ થઈ ગયા છે અનાજનાં બિયારણ લેવાના હોય, ઘરગથ્થું અનાજ-પાણી તેલ લેવાનું હોય તો અમારા પાસે પૈસા પણ નથી આવી પરિસ્થિતિ ઘર કઈ રીતે ચલાવવું તે ખૂબજ મુશ્કેલ છે કોન્ટ્રાક્ટરને પૂછીએ છીએ પગાર માટે તો થઈ જશે થઈ જશે એમ કહે છે પણ હજુ સુધી કોઈ સીધો જવાબ મળ્યો નથી અને તાત્કાલ બે દિવસના અંદર અમારો પગાર આપવામાં નહીં આવે તો અમે સીધા કલેકટર સાહેબ પાસે રૂબરૂ ફરીયાદ કરવા જવાના છે તેવી રોજમદારોએ ચીમકી ઉચ્ચારી છે

Share this Article
Leave a comment