સાપુતારા : અધિક પોલીસ મહાનિદેશક, સુરત વિભાગ, સુરત નાઓનાં માર્ગદર્શન હેઠળ તથા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, આહવા-ડાંગ નાઓની સુચનાથી આહવા-ડાંગ જિલ્લામાં આંતરરાજ્ય મહારાષ્ટ્ર -ગુજરાત રાજ્ય ની બોર્ડર પાસેથી અસામાજીક તત્વો દ્વારા દારુ,પશુ તેમજ ગાંજો ડ્રગ્સ વગેરેની ગેરકાયદેસરની તસ્કરી કરતા લોકો ઉપર બાતમિ મેળવી તથા જરુરી વાહન ચેકિંગની કામગીરી કરી અસરકારક કામગીરી કરવા સારુ જિલ્લાનાં પો.સ્ટે. તથા શાખાને સવિશેષ કામગીરી કરવા માટે સુચના મળેલ હતી. તે અનુસંધાને
પો.સ.ઈ. એમ.એલ.ડામોર તથા સાપુતારા પો.સ્ટેમા ફરજ બજાવાતા પોલીસ તથા જી.આર.ડી/હો,ગાર્ડ કર્મચારીઓ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગની કામગીરીમાં હતા અને સાપુતારા પોલીસ ચેકપોસ્ટ નાકા ઉપર વાહન ચેકિંગની કામગીરીમાં હતા.તે દરમ્યાન માહારાષ્ટ્ર તરફથી એક મહીન્દ્રા પીક-અપ ગાડી નં-MH-15-EG-7099 ના ફાલકામાં ટામેટા ભરેલ પ્લાસ્ટીકની કેરેટોની આડમાં એક રેજીનનો થેલો (બેગ)માં વનસ્પતી જન્ય માદક પદાર્થ ગાંજાના મુદ્દામાલનું કુલ વજન-૮.૩૬૦ કિગ્રા કિ.રૂ.૮૩,૬૦૦/-નો મુદ્દામાલ મળી આવેલ હોય જેમાં આરોપી (૧) અરૂણભાઇ તુકારામભાઇ મોરે, ઉ.વ.૪૬, ધંધો.ડ્રાઇવીંગ, રહે.પિંપલગાંવ, ટોલ નાકા પાસે, કોંકણગાંવ, તા.નીફાડ, જિ.નાશીક, (મહારાષ્ટ્ર) (૨) મોહમદ નિયામત શેખ, ઉ.વ.૪ર, ધંધો.ડ્રાઇવીંગ, રહે.૧૮ બાબાનગર, આંજણા ટેનામેન્ટ અનવર નગર પાસે, સાલબતપુરા સુરત શહેર વાળાઓને વાહન ચેકિંગ દરમ્યાન પકડી પાડી તેમજ અન્ય ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કરી ઉપર મુજબનો મુદામાલ કબજે કરેલ છે