શ્રી ગણપતિશંકર ઇચ્છારામ મજમુદાર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ અને અમી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સયુક્ત સૌજન્ય ચાંલ્લા ગલી યુવક મંડળ ના સહકારથી આંદોત્સવનું આયોજન કરાયું

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

સુરત, શ્રી ગણપતિશંકર ઇચ્છારામ મજમુદાર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ અને અમી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સયુક્ત સૌજન્ય ચાંલ્લા ગલી યુવક મંડળ ના સહકારથી સુરત માં થેલેસેમિયા, સિકલસેલ એનિમિયા અને હિમોફિલિયા થી પીડિત બાળકો માટે તા. 25મી જાન્યુઆરી ના દિવસે સમય સાંજે 3.50 વાગે થી 6 વાગ્યા સુધી એક આંદોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ બાળકો ને વિવિધ ગેમ્સ, મેજીક શૉ, અને મનોરંજક પ્રોગ્રામ સાથે ટ્રસ્ટ દ્વારા ગિફ્ટ, ટોયઝ આપી ને એમના ચેહરા ઉપર સ્મિત અને ખુશી લાવવાનું સહિયારું પ્રયાસ કરવા માં આવ્યુ હતું

તેમજ ગુજરાત બુક ઓફ રેકોર્ડસ માં નામ નોંધનાર સૌથી વધુ 205 વખત બ્લડ દાન કરવા વાળા શ્રી યોગેશ ભાઈ ધીમર નું સન્માન ગુજરાત બુક ઓફ રેકોર્ડસ દ્વારા સુરત જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર શ્રી ડો. ધવલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું
આ કાર્યકમ માં મુખ્ય અતિથિ તરીકે સુરત જિલ્લા કલેકટર શ્રી ડો. ધવલ પટેલ
તેમજ અતિથિ વિશેષ તરીકે અનિલભાઈ ગોપલાની (એક્સ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી)
શ્રી ડા. દક્ષેશ ઠાકર (એક્સ વાઇસ ચાન્સલર યુનિવર્સિટી) શ્રી અતુલભાઈ વેકરિયા (અતુલ બેકરી), શ્રી રાજેશ મહેશ્વર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા

Share this Article
Leave a comment