વનોના જતન અને સંવર્ધન માટે ગુજરાત ફોરેસ્ટ ફોર્સમા નવા સામેલ થયેલા વનકર્મીઓને શપથ લેવડાવતા ગુજરાત ફોરેસ્ટ ફોર્સના વડા ડો.દિનેશકુમાર શર્મા

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

વન વિજ્ઞાન તાલીમ કેન્દ્ર, કાકરાપારના ૧૪૭ નવલોહીયા તાલીમાર્થીઓનો યોજાયો દિક્ષાન્ત સમારોહ :

ફ્રન્ટ લાઈન ફોરેસ્ટ ઓફિસરોને તૈયાર કરતી વન વિજ્ઞાન તાલીમ કેન્દ્રના નવા તાલીમ સંકુલનુ કરાયુ ખાતમુહૂર્ત :

આહવા: તા: ૨૮:  રાજ્યના વનોના જતન અને સંવર્ધન માટે ગુજરાત ફોરેસ્ટ ફોર્સમા નવા સામેલ થયેલા વનકર્મીઓને શપથ લેવડાવતા ગુજરાત રાજ્ય વન વિભાવના વડા ડો.દિનેશકુમાર શર્માએ, વન વિજ્ઞાન તાલીમ કેન્દ્રના તાલીમાર્થીઓ એવા વન રક્ષા સહાયકોને પર્યાવરણ જાળવણીના પાઠ શીખવ્યા હતા.

 

વન વિજ્ઞાન તાલીમ કેન્દ્ર, કાકરાપારના છ છ માસના જુદા જુદા ત્રણ તાલીમ વર્ગમા વનરક્ષાની ઘનિષ્ઠ તાલીમ લઈને કર્તવ્યપાલન માટે તૈયાર થયેલા નવલોહીયા યુવાનોના દિક્ષાન્ત સમારોહમા ખાસ ઉપસ્થિત રહેલા રાજ્યના હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ડો.ડી.કે.શર્માએ ૧૪૭ તાલીમાર્થીઓને દીક્ષા આપી, પર્યાવરણ જાળવણીના ભગીરથ કાર્યમા જોડાઈને પ્રકૃતિના જતન સંવર્ધન માટે ફના થઈ જવાના જજબા સાથે ફરજ બજાવવાની અપીલ કરી હતી.

આ અવસરે સુરત વન વર્તુળના સીસીએફ શ્રી સી.કે.સોનવણે, વલસાડ વર્તુળના સીસીએફ શ્રી મુનિશ્વર રાજા, કાકરાપાર વન વિજ્ઞાન તાલીમ કેન્દ્રના ડીસીએફ શ્રી આનંદકુમાર, વ્યારા વન વિભાગના એસીએફ શ્રી સચિન ગુપ્તા, કાકરાપાર તાલીમ સેન્ટરના એસીએફ શ્રી જલંધરા, નિવૃત્ત સીએફ શ્રી એન.એ.ચૌધરી, નિવૃત્ત એસીએફ શ્રી એચ.એન.સોલંકી, આરએફઓ શ્રી અશ્વિન ચૌધરી, અને જીગર પટેલ સહિતના ઉચ્ચ વન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અનુભવી વન અધિકારીઓએ તેમના પ્રાસંગિક વક્તવ્યમા નવનિયુક્ત વનકર્મીઓને ફોરેસ્ટ ફોર્સની કાર્યપ્રણાલી, ડીસીપ્લીન, લોયલ્ટી સાથે સખત પરિશ્રમ બાબતે માહિતગાર કર્યા હતા. દરમિયાન વનાધિકારીઓએ ફોર્સના વડા ડો.ડી.કે.શર્માને ગાર્ડ ઓફ ઓનર આપી, રેડ કાર્પેટ સ્વાગત પણ કર્યું હતુ.

આ અવસરે ફ્રન્ટ લાઈન ફોરેસ્ટ ઓફિસરોને તૈયાર કરતી વન વિજ્ઞાન તાલીમ કેન્દ્રમા સો તાલીમાર્થીઓ માટે આકાર લેનારા નવા તાલીમ સંકુલનુ પણ ફોરેસ્ટ ફોર્સના વડા સહિતના ઉચ્ચાધિકારીઓએ ખાતમુહૂર્ત કર્યું હતું. જેનો લાભ આગામી સમયમા નવા તાલીમાર્થીઓને મળી રહેશે.

Share this Article
Leave a comment