મનિષ બહાતરે : આહવા પ્રતિનિધિ
આહવા : સુબીર તાલુકા માં આવેલ લવચાલી રેન્જનાં રિઝર્વ ફોરેસ્ટ કમ્પાર્ટમેન્ટ 27માં
કોઈ અજાણ્યાઓએ એક પછી એક ૧૧ જેટલા મૃતક પશુઓના હાડપિંજર ખુલ્લા જંગલમાં ફેંકી દીધા છે તેની જાણ લવચાલી ફોરેસ્ટ ખાતાને હોય તો કાર્યવાહી કેમ નહીં અને ના હોય તો તેનો મતલબ એ થાય છે કે બીટગાર્ડ પોતાની બીટ વિસ્તારનાં જંગલમાં કોઈ જ ધ્યાન નથી આપી રહ્યા તેમ લાગી રહ્યું છે અને ૧૧ જેટલા મૃતક પશુઓના સડી રહેલા શરીરને હાલમાં રખડતા કુતરાઓ સફાઈ કરી રહ્યા છે
પરંતુ આ ખુલ્લા જંગલમાં આવા કૃત્યોથી પર્યાવરણ પ્રકૃતિ તો પ્રદૂષિત થાય જ છે સાથે જંગલી જાનવર પણ મોતને ભેટયા છે તેનું મુખ્ય કારણ એ છે કે આજથી સો વર્ષ પહેલા પણ ડાંગ જિલ્લાના લોકો પાસે ગાય ભેંસ કે અન્ય પાલતુ પશુઓ રાખતા જ હતા ત્યારે પશુઓમાં કોઇપણ બીમારી થતી તો લોકો જંગલમાંથી વનસ્પતિ જડીબુટ્ટી થી તેમનો ઈલાજ કરતા હતા અને પશુઓના મૃત્યુ થાય તો લોકો જમીનમાં દાટી દેતા કે પછી વાઘ,ઝરખ, કુતરા , ગીધ, કાગળો, બંગલો કે અન્ય પ્રાણી પક્ષીઓ તેની સફાઈ કરી જતા હતા પરંતુ છેલ્લા આઠ દસ વર્ષથી
ડાંગ જિલ્લામાં દૂધ શીત કેન્દ્રો ઉભા થયા છે અને લોકોએ ડેરીમાં દૂધ ભરવાનું ચાલુ કર્યું છે ત્યારથી પશુઓની ટ્રીટમેન્ટ કાળજી માણસોની જેમ કરવામાં રહી છે અને આજે બીમાર પાશુઓને diclo ઇન્જેક્શન અને અન્ય સ્ટેરોઇડ્સ ઇન્જેક્શનો થકી સારવાર અપાય છે પછી સમય જતાં જ્યારે પણ પશુઓના મૃત્યુ થાય છે ત્યારે તેમનું માસ ખાવાથી ગીધ અને જંગલી જનાવર ના મૃત્યુની સંભાવના વધી જતી હોય છે તેવું વૈજ્ઞાનિકો કહી રહ્યા છે અને એ વાત ખરી પણ ઉતરી છે આજના જમાનામાં ડાંગમાં ક્યાંય પણ ગીધ નથી જોવા મળતા ત્યારે લવચાલી રેન્જનાં R.F.C. નંબર 27 માં પડી અને સડી રહેલા ૧૧ જેટલા પશુઓના હાડપિંજરોનો યોગ્ય નિકાલ કઈ રીતે અને ક્યારે કરવામાં આવશે તે જોવા રહ્યું છે..