સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોસાલી ગામ ખાતે આદિવાસી સમાજ દ્વારા સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે જરૂરી સ્ટાફ ની ભરતી કરવા માટે મામલદારશ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું” આદિવાસી સમાજ ના આગેવાનોનું જણાવવાનું હતું કે સૌનો સાથ સૌનો વિકાસ” ની વિચારધારાને વરેલી સંવેદનશીલ સરકારના માંગરોળ તાલુકાના ધારાસભ્ય શ્રી ગણપતભાઇ વસાવાના મત વિસ્તારમાં વિકાસના ઘણા કર્યો થયા છે પરંતુ મનુષ્ય જીવનની મૂળભૂત જરૂરિયાત એવા આરોગ્ય ક્ષેત્રે પૂરતી સગવડ નથી જે ખરેખર શરમજનક બાબત છે.
માંગરોળના મોસાલી ખાતે આવેલ સરકારી રેફરલ હોસ્પિટલમાં 1990 થી ડૉક્ટરોની નિમણુંક જ કરવામાં આવી નથી. શ્રી ગણપતભાઇ વસાવા હાલ કેબિનેટ મંત્રી હોવા છતા પોતાના મતદારોના આરોગ્યની સગવડ બાબતે અજાણ હોઇ એ આશ્વયઁજનક બાબત છે. તે બાબતને લઈ આદિવાસી સમાજ ના આગેવાનો માલાભાઇ ગામીત, દિનેશભાઇ ગામીત, રાષ્ટ્રીય જનજાતિ સુરક્ષા મંચ સભ્ય ગુજરાતના ભરતભાઇ ચૌધરી ,રાષ્ટ્રીય આદિવાસી મંચ માંગરોળ તાલુકાના અધ્યક્ષ.હષઁદભાઇ ગામીત ,યુવા નેતા વેરાકૂઇ,ઉમેશભાઇ ગામીત,વેરાકૂઇ હરેશભાઇ ગામીત ગામીત સમાજના આગેવાન,ડુંગરી તેમજ અન્ય યુવાનોએ ઉપસ્થિત રહી મામલદારશ્રી ને આવેદન પત્ર આપ્યું હતું