ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની જાહેર પરીક્ષા માટે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબરો જાહેર કરાયા

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

આહવા, તા: ૦૯: આગામી તા.૨૮/૦૩/૨૦૨૨ થી તા.૧૨/૦૪/૨૦૨૨ દરમિયાન લેવાનર ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની જાહેર પરીક્ષા સંદર્ભે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને માર્ગદર્શન મળી રહે તે માટે ગુજરાત માદયમિક અને ઉચ્ચતર માદયમિક શિક્ષણ બોર્ડ દ્વારા નીચે દર્શાવેલ ‘ફ્રી’ ફેલ્પલાઇન નંબર, દર્શાવેલ તારીખ અને સમય સુધી કાર્યરત કરાયા છે.

જે મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ, બોર્ડ ગાંધીનગર ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર-૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ તા.૧૪/૦૩/૨૦૨૨ થી તા.૧૨/૦૪/૨૦૨૨, સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૩૦ કલાક સુધી તેમજ ડાંગ જિલ્લા કક્ષાના કાઉન્સેલિંગ (પરીક્ષાર્થીઓ/વાલીઓ/શાળાઓને જરૂરી માર્ગદર્શન આપવા માટે) સંપર્ક નંબર ૦૨૬૩૧ ૨૨૦૨૬૦, તા.૨૭/૦૩/૨૦૨૨ થી તા.૧૨/૦૪/૨૦૨૨, સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૩૦ કલાક સુધી, તથા ડાંગ જિલ્લા કંટ્રોલ રૂમ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી નંબર ૦૨૬૩૧-૨૨૦૨૦૮, તા.૨૭/૦૩/૨૦૨૨ થી તા.૧૨/૦૪/૨૦૨૨, સમય સવારે ૭:૦૦ થી સાંજે ૮:૦૦ કલાક સુધી કાર્યરત રહેશે. તેમ, જિલ્લા શિક્ષણાધિકારી, આહવા-ડાંગની એક અખબારી યાદીમા જણાવાયું છે.

Share this Article
Leave a comment