તાપી જિલ્લા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું કુલ-૮૭.૧૬ ટકા પરિણામ

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

વ્યારા-તાપી.તા.૦૪: માર્ચ-૨૦૨૨માં યોજાયેલી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, અને ઉ.ઉ.બુ પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. જે પૈકી તાપી જિલ્લામાં ધોરણ-૧૨નું કુલ-૮૭.૧૬ ટકા પરિણામ આવ્યું છે.
જેમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા મળેલ માહિતી અનુસાર જિલ્લામાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમે વસાવા જયદિપભાઇ રાકેશભાઇ કુલ-૭૦૦ ગુણમાંથી ૬૪૨ ગુણ સાથે ૯૧.૭૧ ટકા, એકલવ્ય મોડેલ રેસીડન્સીયલ સ્કુલ, ખોડદા નિઝરનો વિદ્યાર્થી, બીજા ક્રમે વસાવા રાધિકાબેન મારગ્યાભાઇ, કુલ-૭૦૦ ગુણમાંથી ૬૩૫ ગુણ સાથે ૯૦.૭૧ ટકા, કન્યા સાક્ષરતા નિવાસી શાળા, બાબરધાટ-0૧, ઉચ્છલની વિદ્યાર્થીની તથા ત્રીજા ક્રમે વળવી મોનિકાબેન દિનેશભાઇ, કુલ-૭૦૦ ગુણમાંથી ૬૩૨ ગુણ સાથે ૯૦.૨૮ ટકા, એકલવ્ય મોડેલ રેસીડન્સીયલ સ્કુલ, ખોડદા નિઝરને વિદ્યાર્થીનીનો સમાવેશ થાય છે.

વધુમાં તાપી જિલ્લામાં કુલ- ૩૨૭૮ વિદ્યાર્થીઓ પૈકી ૩૨૪૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં ગ્રેડ અનુસાર જોઇએ તો, એ-1 ગ્રેડમાં ૦૩ વિદ્યાર્થીઓ, એ-2માં ૧૪૧, બી-1માં ૫૨૪, બી-2માં ૯૧૯, સી-1માં ૮૫૧, સી-2માં ૩૫૨, ડી-માં ૩૩, ઇ-1માં ૦૧ અને કુલ-૪૫૪ વિદ્યાર્થીઓ નાપાસ થતા જિલ્લાનું કુલ-૮૭.૧૬ ટકા પરિણામ જાહેર થયુ છે.
આ પ્રસંગે સફળ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી સહિત જિલ્લા વહિવટી તંત્રે અભિનંદન પાઠવ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦

Share this Article
Leave a comment