ડાંગ દરબાર હોલ આહવા ખાતે સ્વરોજગાર મેળો યોજાયો

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

દરેક વિભાગમા મહિલાઓની ભાગીદારી જોવા મળે છે
ડાંગ ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ

આહવા:તા:03: ડાંગ દરબાર હોલમા આહવામા ‘નારી વંદન ઉત્સવ’ અને ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ ના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર અને મહિલા અને બાળ કચેરી દ્વારા મહિલા સ્વાવલંબન દિવસ અંતર્ગત આજરોજ સ્વરોજગાર મેળો આયોજિત કરવામા આવ્યો હતો.

ડાંગ જિલ્લા ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓ માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. આજે દરેક વિભાગમા મહિલાઓની ભાગીદારી જોવા મળે છે. ડાંગ જિલ્લામા દહેજના નહીવત કેસો જોવા મળે છે જે જિલ્લા માટે ગૌરવપૂર્ણ બાબત છે. અનેક સમજો દીકરી બચાવવા આંદોલનો કરે છે, પરંતુ ડાંગનો આદિવાસી સમાજ દીકરી જન્મને વધાવી દીકરા સમાન દીકરીને મહત્વ આપે છે. ડાંગ જિલ્લાની દૂધમંડળીમા મહિલાઓનો મુખ્ય ફાળો રહ્યો છે. ડેરી ઉધોગના કારણે મહિલાઓ આત્મનિર્ભર બની છે. વધુમા શ્રી પટેલે સરકારની યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ શ્રીમતી સારૂબેને જણાવ્યુ હતુ કે, આજે મહિલાઓ જુદા જુદા વિભાગો, સખી મંડળ, સ્વ સહાય જૂથો દ્વારા સ્વાવલંબન બની છે. દરેક વિભાગમા મહિલાઓ આગવુ પ્રતિનિધિત્વ ધરાવે છે. જે ગૌરવપૂર્ણ બાબત છે.
બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાનના ડાયરેક્ટ શ્રી આર. વિ પાઠકે મહિલાઓ માટે સ્વાવલંબન પુરી પાડતી તાલીમ સંસ્થા વિશે માહિતી આપી હતી. સાથે મહિલાઓ પોતાનો આર્થિક તથા સામાજિક સ્તર ઊંચો લાવી શકે તે માટે ટ્રેનિંગ પ્રોગ્રામ વિશે પણ જાણકારી પુરી પાડી હતી. મદદનીશ અધિકારી શ્રી દેવીદાસભાઈ વાઘે કુટિર ઉધોગની યોજનાકીય માહિતી પુરી પાડી હતી.
નારી વંદન ઉત્સવ કાર્યક્રમમા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મહિલાઓને રોજગાર પત્રો, વ્હાલી દીકરી ના પ્રમાણ પત્રો આપવામા આવ્યા હતા. મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજના અંતર્ગત કીટ વિતરણ કરવામા આવી હતી તેમજ ગંગા સ્વરૂપા બહેનોનુ સ્વાગત કરવામા આવ્યુ હતુ. ‘બેટી બચાવો બેટી પઠાવો’ માટે પ્રતિજ્ઞા લેવામા આવી હતી.
આ કાર્યક્રમમાઆહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કમળાબેન રાઉત, મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃત્તિ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સારૂબેન વળવી, શિક્ષણ સમિતિ અધ્યક્ષ મધુભાઈ,જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ભાવિન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. વિપિન ગર્ગ, દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી સુનીલ સોરઠીયા, ચાઈલ્ડ ડેવલોપમેન્ટ ઓફિસર શ્રીમતી જીગનીષાબેન, તેમજ અન્ય અધિકારીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Share this Article
Leave a comment