આહવા: તા: 16: આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ડાંગ જિલ્લાના નેહરુ યુવા કેન્દ્ર દ્વારા 23 સપ્ટેમ્બર 2022 ના રોજ ડાંગ સ્વરાજ આશ્રમ આહવા ખાતે જિલ્લા સ્તરીય યુવા મહોત્સવનુ આયોજન કરાયુ છે. જેમા યુવા કલાકારો માટે ચિત્રકલા, કવિતા લેખન, ફોટોગ્રાફી, વકૃત્વ સ્પર્ધા, સમૂહ સાંસ્કૃતિક કાર્યક્રમ અને યુવા સંવાદના કાર્યક્રમો યોજવામા આવનાર છે.
આ અંગે નેહરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા સંયોજક શ્રી અનુપ ઈંગોળેએ જણાવ્યુ હતુ કે, સ્પર્ધાઓમા ડાંગ જિલ્લાના વતની અથવા રહેઠાણનો પુરાવો ધરાવતા રહેવાસી હોય, તેવા 15 થી 29 વર્ષના યુવક – યુવતીઓ ભાગ લઈ શકશે. વિજેતાઓ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધામા ભાગ લઈ શકશે.
પેઇન્ટિંગ, ફોટોગ્રાફી, કવિતા લેખનના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાને અનુક્રમે 1000, 750 અને 500 રૂપિયા, વકૃત્વ સ્પર્ધાના પ્રથમ, દ્વિતીય, તૃતીય વિજેતાને અનુક્રમે 5000, 2000 અને 1000 રૂપિયા, સાંસ્કૃતિક સ્પર્ધાના વિજેતાઓને 5000, 2500 અને 1250 રૂપિયા આપવામાં આવશે. જ્યારે યુવા સંવાદના 4 સ્પર્ધકને 1500 રૂપિયાનુ ઇનામ આપવામા આવશે. સ્પર્ધામા ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્રો એનાયત થશે. સ્પર્ધામા ભાગ લેવા માટે સરદાર કોલોની, આશ્રમ રોડ, આયુર્વેદિક ફાર્મસી પાસે સ્થિત નહેરુ યુવા કેન્દ્ર ડાંગની ઓફીસ ખાતે સંપર્ક કરીને ફોર્મ ભરી શકાશે.
જિલ્લા સ્તરીય યુવા મહોત્સવ કાર્યક્રમ માટે વહેલી તકે ફોર્મ ભરી જવા સાથે, આ અંગેની વધુ માહિતી કે માર્ગદર્શન માટે, ફોન નંબર ૮૬૬૮૫૯૪૬૪૯, ૯૪૨૬૪૫૪૧૬૧, તથા ૯૪૮૪૪૯૭૬૯૭ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.
ડાંગ જિલ્લા નેહરુ યુવા કેન્દ્ર દ્વારા સપ્ટેમ્બર માસમા જિલ્લા સ્તરીય યુવા મહોત્સવનુ આયોજન કરાશે
Leave a comment
Leave a comment