ડાંગ જિલ્લામા ૫૬૭૭ વિદ્યાર્થીઓ SSC તથા HSC ની પરીક્ષા આપશે

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

૧૪ પરીક્ષા કેન્દ્રો માટે ૨૨ બિલ્ડિંગોમા ૧૮૨ બ્લોકની વ્યવસ્થા કરાઇ:

જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ તથા ઝોનલ કચેરીઓના નંબરો જાહેર કરાયા
આહવા: તા: ૨૪: આગામી તા.૨૮મી માર્ચ-૨૦૨૨ થી શરૂ થઈ રહેલી S.S.C. તથા H.S.C.ની પરીક્ષામા ડાંગ જિલ્લાના કુલ ૫૬૭૭ વિદ્યાર્થીઓ ભાગ લેશે.
જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મણિલાલ ભુસારા તરફથી મળેલી વિગતો અનુસાર આ વર્ષની બોર્ડની પરીક્ષાઓમા S.S.C.મા ૩૬૯૫ વિદ્યાર્થીઓ, ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ)મા ૧૬૨૩, તથા ધોરણ-૧૨ (વિજ્ઞાન પ્રવાહ)મા ૩૫૯ મળી કુલ-૫૬૭૭ પરીક્ષાર્થીઓ નોંધાયા છે.
ડાંગના આ પરીક્ષાર્થીઓ નિઃસંકોચ થઈને નિર્ભય રીતે પરીક્ષા આપી શકે, તે માટે જિલ્લામા જુદા-જુદા ૧૪ પરીક્ષા કેન્દ્રોમા ૨૨ બિલ્ડિંગોના ઉપયોગ સાથે કુલ-૧૮૨ બ્લોકમા તમામ પરીક્ષાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવામા આવી છે.
પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઈ રહે તે માટે વિજાણું યંત્રોના ઉપયોગ સાથે પરીક્ષા કેન્દ્રોની આસપાસના ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા ઉપરાંત ચાર કે તેથી વધુ વ્યક્તિઓના અનઅધિકૃત એકત્ર થવા ઉપર પણ પ્રતિબંધ મૂકાયો છે.
ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ પરીક્ષાના સુચારૂ સંચાલન માટે જિલ્લા કક્ષાએ તા.૨૭/૦૩/૨૦૨૨ થી તા.૧૨/૦૪/૨૦૨૨ સુધી સવારે ૭ થી રાત્રિના ૮ વાગ્યા સુધી સરકારી માધ્યમિક શાળા-આહવા ખાતે, વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવામા આવી રહ્યુ છે. જેનો સંપર્ક નંબર ૯૪૨૭૧ ૭૩૩૯૧ તથા ૦૨૬૩૧-૨૨૦૨૬૦ જાહેર કરાયો છે.
આ ઉપરાંત S.S.C.ની પરીક્ષા માટે સરકારી ખેતીવાડી માધ્યમિક શાળા-વઘઇ (સંપર્ક નંબર ૭૦૧૬૧ ૯૯૬૮૫, ૭૦૪૬૬ ૯૬૦૮૮), અને H.S.C. ની પરીક્ષા માટે સરકારી માધ્યમિક શાળા-આહવા (૦૨૬૩૧-૨૨૦૨૬૦) ખાતે ઝોનલ કચેરી કાર્યરત કરવામા આવી છે. જ્યાંથી પરીક્ષાને લગતા સાહિત્ય વિતરણ કરવાની વ્યવસ્થા ગોઠવવામા આવી છે. સમગ્ર પરીક્ષા દરમિયાન જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી-આહવા ખાતે (૦૨૬૩૧-૨૨૦૨૦૮) કંટ્રોલરૂમ શરૂ કરાયો છે. તો પરીક્ષા સંચાલન ઉપર જિલ્લા સ્તરેની પરીક્ષા, સમિતિ સીધી દેખરેખ રાખી, જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડી રહી છે.

Share this Article
Leave a comment