ડાંગ જિલ્લામાં બાળ લગ્નનો દોર યથાવત્ ! અને ગુપ્ત રીતે વધી રહી બાળ લગ્નની ઘટના

adminpoladgujarat
adminpoladgujarat
5 Min Read

પ્હહગુપ્ત રીતે એટલે કે સમાજ અને બાળ લગ્ન અટકાવનાર અધિકારીને કાનો કાન કોઈ જાણ ન થાય તેવી રીતે ફક્ત ગામનાં પાટીલ અને કારબારી ની બેઠક બોલાવી છોકરીના મા-બાપ ને રોકડ પૈસા આપી અને લઈ જવા દેવામાં આવે છે

ડાંગ જિલ્લાના ગામડાઓમાં બાળલગ્નો વધવાના કારણો શું છે નાની ઉંમરે બાળકોના માતા પિતાએ કેમ મજબૂર થઇ લગ્રનો માટે રાજી થવુ પડે છે સૌથી વધુ બાળ લગ્નો સુગર ફેકટરીઓમાં જતા મજૂરોમાં જ કેમ? જવાબદાર કોણ?

મનિષ બહાતરે : આહવા
ડાંગ જિલ્લાની વાત કરીએ તો આદિવાસી વિસ્તાર ધરતા સમગ્ર ડાંગ જિલ્લામાં માર્ચથી લઈ ને જૂન મહિના સુધીમાં મોટી સખ્યામાં લગ્નોની સીઝનના દોર ચાલતા હોય છે તેમાં પણ સૌથી વધારે લગ્નો એપ્રિલ અને મે મહિનામાં ભરાય છે તેનુ કારણ છે કે અહીંના લોકો રોજીરોટી માટે જિલ્લા બહાર અન્ય જિલ્લાઓમાં જઈ સુગર ફેક્ટરી ,કંપની કે અન્ય કોઈ કામ અર્થે છ મહિના માટે સ્થળાંતર થઇ રોજી રોટી રૂપિયા પૈસા મેળવીને ભેગા કરીને પરત જ્યારે અહીંના લોકો વતન ફરે છે માર્ચ એપ્રિલ અને મે મહિનામાં ત્યારે ગામેગામ લગ્નો ભરાવાનો દોર શુરૂ થઈ જતો હોય છે અને ડીજે ,નગારા, બેન્ડ પાર્ટી, તથા તમાસા પાર્ટી, રોડાલી ટીવી ઉપર હિન્દી ફિલ્મ,જેવા લગ્નોમા વગાડવામાં આવતા વાજીંત્રો અને બતાવવામાં આવતા પ્રોગ્રામોથી આખા ડાંગ જિલ્લાનો માહોલ લગ્નોનાં મંડપથી ગુંજી ઉઠે છે અને નવાઈ ની વાત એ છે કે વગર કંકોત્રી એ પણ લોકો કોઇના પણ મેરેજ મા હાજરી આપવા માટે પહોંચી જતા હોય છે આ એક આદિવાસી લોકો મા સારી લાગણી કહી શકાય જે બીજા કોઈ સમાજમાં નથી જોવા મળતી
પરંતુ ડાંગ જિલ્લામાં ખાસ કરીને મોટાભાગના ગુપ્ત રીતે બાળ લગ્ન થાય છે તે સુગર ફેકટરીઓમાં કામ અર્થે જનારા મજૂરોમાંથી થતા હોય છે તેનું મુખ્ય કારણ એ છે કે ડાંગ જિલ્લામાંથી જે તે સુગર ફેક્ટરીઓના મજુર ભરતીના ટુકડી લઈ જનારા મુકાદમને જવાબદાર ગણાવી શકાય તેમ છે નાની નાની ઉંમરના છોકરાઓ ઉશ્કેરીને તૈયાર કરી અને કોયતા એટલે જોડીમાં ટુકડી બાંધીને શેરડી કાપવા માટે મજૂરો લઈ જતા હોય છે જ્યા જોડીમાં રહી કામ કરતા કરતા છોકરા છોકરીઓમાં એકબીજાની આંખ મળી જતી હોય છે તેની જાણ ટુકડી બાંધીને લઈ જનાર મોકારદમને પણ ખબર જ હોય છે તેમ છતાં મોકારદમ ને શેરડી કાપણી નું કામ કરવા અને મોકારદમનું કમિશન સારું આવવું જોઈએ તેના સાથે મતલબ હોય છે કોણ કોના સાથે નાઈટ ગુજારે છે તેનો મુકારદ્દમો ને કોઈ મતલબ રહેતો નથી પછી નાની ઉંમરની છોકરીઓ ના મહિના રહી જવા , છોકરાઓના આપઘાતનાં પ્રયાસો , તેમજ બળાત્કારની જેવી ઘટના બનતી હોય તેના જવાબદાર કોણ? આ મોકારદમ છે સાથે સુગર ફેક્ટરીના સુપરવાઇઝરો પણ પુષ્ટી નથી કરતા કે મજૂરો પુખ્ત વયના છે કે બાળમજૂરો છે તેથી તેઓને પણ તેટલા જ જવાબદાર ગણાવી શકાય સુગર ફેક્ટરી માં લઈ જવા પહેલા મોકારદમ બાળકોના માતા-પિતા ને ખાતરી આપે છે કે સંપૂર્ણ મારી જવાબદારી પર હું લઈ જાઉં છું તમારા છોકરાઓ ને તેવું કહીને મોકારદમ પોતાની જવાબદારી ઉપર મજૂરોને લઈ જઈ અને બાળ લગ્ન તરફ બાળકોને પ્રેરે તેમ કહી શકાય
સુગર ફેક્ટરીઓ ની સિઝન પૂરી થયા બાદ મજૂરો જ્યારે પોતાના ઘરે આવે છે ત્યારે અડધા મા-બાપને ખબર પડતી હોય છે કે છોકરા છોકરીઓની આંખ મળી ગઈ છે અને તેઓ એકબીજાનાં પ્રેમ સંબંધમાં હોય દૂર નથી રહેવા માંગતા અને મા-બાપની ઈચ્છા વિરુદ્ધ હોવા છતાં મા-બાપ લગ્ન કરવા માટે ના પાડવા જશે તો છોકરાઓ આપઘાત કરી લેશે તેઓ માતા-પિતાને ભય રહેતો હોય છે જેથી માતા-પિતા મજબૂર બની અને નાની ઉંમરનાં છોકરાઓના લગ્ન કરાવવા માટે રાજીખુશીથી થઈ જતા હોય છે એક માહોલ તેઓ ઉભો થઈ ગયો છે જેથી ડાંગ જીલ્લાની અંદર બાળ લગ્નમાં સતત વધારો થઈ રહ્યો છે મળતી માહિતી મુજબ એક મીટિંગ માં
ડાંગ જિલ્લાના દરેક ગામડા ની આશા વર્કરો આંગણવાડી બહેનોને સૂચનો આપવામાં આવી છે કે પોતાના વિસ્તારમાં થતાં બાળ લગ્નો થવાના હોય તે પહેલાં જ બાળ સુરક્ષા કચેરી નો સંપર્ક કરવો તેવી સૂચના આપવામાં આવી છે જેથી કરીને બાળ લગ્ન અટકાવી શકાય ત્યારે આ વર્ષની દરમિયાન ડાંગ જિલ્લાના અંદર સૌથી વધારે ગુપ્ત બાળ લગ્ન થયા છે છતાં ડાંગ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા કોઇ જ એક્શન લેવામાં આવી નથી ..

ગુપ્ત રીતે વધી રહેલા બાળ લગ્ન કરાવવામાં જવાબદાર કોણ? બાળકોના માતા-પિતા પોતે ગામના પાટીલ અને કારબારી?

Share this Article
Leave a comment