લોકડાઉનના સમયે શરૂ કરવામાં આવ્યો હતો આ હાટ બજાર
આહવા : ૬ જુન , કોરોના મહામારીમાં લોકડાઉન ના સમયે લોકોને પોતાનાં ઘરોમાંથી બહાર નીકળવું એ ખુબજ કઠીન પરિસ્થિતિ રહી હતી ત્યારે વર્ષોથી ઠેર ઠેર ભરાતા જાહેર અઠવાડિક હાટ બંધ રહેતાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામોના લોકોને જરૂરિયાત ચીજ વસ્તુઓ નહીં મળતાં ખૂબજ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો,
તેવા સમયે લોકોને જરૂરિયાત ચીજ વસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે તથા નાના- નાના વેપારીઓ દ્વારા હાટ બજાર ની શરૂઆત કરી ઢોંગીઆંબા, મોટી કસાડ, મહાલ, ઇસખંડી જેવા નજીક આવેલ ગામોના લોકોને જરૂરિયાત ચીજ વસ્તુઓ પુરી પાડી હતી
શુક્રવારના રોજ ભરાતો આ સાપ્તાહિક હાટ બજાર પહેલાં દિવસે ભરાતો હતો પણ હવે સાંજે ૬:૦૦ થી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધીમાં ભરાય છે
રાત્રી દરમિયાન ભરતો આ એક માત્ર સાપ્તાહિક હાટ બજારમાં શેડતી, રેપકાંડ, ચોરી, જેવી કોઈ પણ ઘટનાં આજના જમાનામાં બની શકે?તેના માટે અહીં કોઈજ સેફટી નથી?