ડાંગ જિલ્લાની ૪૧ ગ્રામ પંચાયતોના ચૂંટણી અધિકારીઓની કરાઇ નિયુક્તિ

adminpoladgujarat
adminpoladgujarat
5 Min Read

: ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી-૨૦૨૧, જિલ્લો ડાંગ :

૪૧ સરપંચ અને ૩૭૦ વોર્ડ સભ્યોની બેઠકના પ્રકારો પણ નક્કી કરાયા

આહવા: તા; ૨૯; આગામી તા.૧૯મી ડિસેમ્બરે રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામા પણ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જે સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ કરવા સાથે, સરપંચ/વોર્ડ સભ્યોની બેઠકના પ્રકારો પણ નક્કી કરી દેવામા આવ્યા છે.
પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર-વ-રાજ્ય ચૂંટણી આયોગના અધિકારી સુશ્રી કાજલ ગામિત દ્વારા બહાર પડાયેલા એક સુધારા હુકમ અનુસાર આહવા તાલુકાની જૂની ૨૭ ગ્રામ પંચાયતો પૈકી ૧૩ પંચાયતોનુ વિભાજન થવા પામ્યુ છે. જ્યારે વઘઇ તાલુકાની ૨૩ પૈકી ૮, અને સુબીર તાલુકાની ૨૦ પૈકી ૮ મળી કુલ ૨૯ પંચાયતોનુ રાજ્યના પંચાયત, ગ્રામ-ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા વિભાજન કરવામા આવ્યુ છે. જે ધ્યાને લેતા આહવા તાલુકાની ૧૪, વઘઇની ૧૫, અને સુબીર તાલુકાની ૧૨ મળી કુલ ૪૧ પંચાયતો અને ૩૭૦ વોર્ડના સભ્યોની ચૂંટણી યોજાનાર છે. જેના માટે ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ કરવા સાથે, સરપંચ/વોર્ડ સભ્યોની બેઠકના પ્રકારો પણ નક્કી કરી દેવામા આવ્યા છે.
જે મુજબ આહવા તાલુકાની આહવા અને ઘોઘલી પંચાયત માટે ખેતીવાડી શાખાના વિસ્તરણ અધિકારી શ્રી આર.એલ.ચૌધરી, લહાનચર્યા-જાખના અને ડોન માટે તાલુકા પંચાયત-આહવાના નાયબ હિસાબનીશ શ્રી કે.કે.પરમાર, ચીકટિયા-ગાઢવી અને માલેગામ માટે જિલ્લા પંચાયતના નાયબ ચિટ્નીશ શ્રી રાહુલ વૈષ્ણવ, ચંખલ-દીવાનટેમ્બ્રુન તથા વાસુર્ણા પંચાયતો માટે અધિક મદદનીશ ઇજનેર શ્રી સાગર ગવાન્દે, તથા ટાંકલીપાડા-ધવલીદોડ અને ચૌકયા પંચાયતો માટે શિક્ષણ શાખાના નાયબ ચિટ્નીશ શ્રી સુરેશ પટેલની ચૂંટણી અધિકારી તરીકે નિયુક્તિ કરવામા આવી છે.
તેજ રીતે વઘઇ તાલુકાની વઘઇ, ડુંગરડા અને ચિકાર પંચાયત માટે તાલુકા પંચાયત-વઘઈના વિસ્તરણ અધિકારી શ્રી વી.કે.ટેલર, કોસીમદા-ઝાવડા અને ચિંચીનાગાવઠા પંચાયત માટે મદદનીશ ઇજનેર શ્રી મોંટુ તલાવિયા, ગોદડિયા-સરવર અને ભાલખેત માટે વિસ્તરણ અધિકારી શ્રી એસ.એ.ગવાન્દે, દગડીઆંબા-ભેંડમાળ અને નડગચોંડ માટે નાયબ મામલતદાર શ્રી વી.બી.ચૌધરી તથા માનમોડી-દગુનિયા અને ચિંચોડ માટે નાયબ મામલતદાર શ્રી ડી.કે.વસાવાની નિયુક્તિ કરવામા આવી છે.
તો સુબીર તાલુકાની મહાલ-દહેર અને સુબીર પંચાયતો માટે પાણી પુરવઠાના અધિક મદદનીશ ઈજનેર શ્રી એન.એમ.ગામિત, કાકશાળા-શિંગાણા અને કેશબંધ માટે અધિક મદદનીશ ઇજનેર શ્રી એમ.બી.ચૌહાણ, શેપુઆંબા-હંવતપાડા અને લવચાલી પંચાયતો માટે વિસ્તરણ અધિકારી શ્રી સી.ડી.વ્યવહારે, અને પીપલાઇદેવી, કિરલી તથા માળગા પંચાયતો માટે વિસ્તરણ અધિકારી શ્રી ધર્મેશ કુકણાની નિયુક્તિ કરવામા આવી છે.
આ સાથે આહવા તાલુકાની આહવા ગ્રામ પંચાયતની સરપંચની બેઠક અનુસુચિત આદિજાતિ (સામાન્ય), ઘોઘલી અનુસુચિત આદિજાતિ (સામાન્ય), લહાનચર્યા અનુસુચિત આદિજાતિ (સ્ત્રી), જાખાના અનુસુચિત આદિજાતિ (સ્ત્રી), ડોન અનુસુચિત આદિજાતિ (સ્ત્રી), ચીકટિયા અનુસુચિત આદિજાતિ (સ્ત્રી), ગાઢવી અનુસુચિત આદિજાતિ (સામાન્ય), માલેગામ અનુસુચિત આદિજાતિ (સામાન્ય), ચંખલ અનુસુચિત આદિજાતિ (સ્ત્રી), દીવાનટેમ્બ્રુન અનુસુચિત આદિજાતિ (સામાન્ય), વાસુર્ણા અનુસુચિત આદિજાતિ (સ્ત્રી), ટાંકલીપાડા અનુસુચિત આદિજાતિ (સ્ત્રી), ધવલીદોડ અનુસુચિત આદિજાતિ (સામાન્ય), અને ચૌકયા અનુસુચિત આદિજાતિ (સામાન્ય) બેઠક જાહેર થઈ છે.
તેજ રીતે વઘઇ તાલુકાની વઘઇ પંચાયત અનુસુચિત આદિજાતિ (સ્ત્રી), ડુંગરડા અનુસુચિત આદિજાતિ (સ્ત્રી), ચિકાર અનુસુચિત આદિજાતિ (સામાન્ય), કોસીમદા અનુસુચિત આદિજાતિ (સામાન્ય), ઝાવડા અનુસુચિત આદિજાતિ (સ્ત્રી), ચિંચીનાગાવઠા અનુસુચિત આદિજાતિ (સામાન્ય), ગોદડિયા અનુસુચિત આદિજાતિ (સ્ત્રી), સરવર અનુસુચિત આદિજાતિ (સ્ત્રી), ભાલખેત અનુસુચિત આદિજાતિ (સામાન્ય), દગડીઆંબા અનુસુચિત આદિજાતિ (સામાન્ય), ભેંડમાળ અનુસુચિત આદિજાતિ (સામાન્ય), નડગચોંડ અનુસુચિત આદિજાતિ (સ્ત્રી), માનમોડી અનુસુચિત આદિજાતિ (સામાન્ય), દગુનિયા અનુસુચિત આદિજાતિ (સ્ત્રી), અને ચિંચોડ અનુસુચિત આદિજાતિ (સામાન્ય) બેઠક જાહેર કરવામા આવી છે.
તો સુબીર તાલુકાની મહાલ અનુસુચિત આદિજાતિ (સ્ત્રી), દહેર અનુસુચિત આદિજાતિ (સામાન્ય), સુબીર અનુસુચિત આદિજાતિ (સ્ત્રી), કાકશાળા અનુસુચિત આદિજાતિ (સામાન્ય), શિંગાણા અનુસુચિત આદિજાતિ (સ્ત્રી), કેશબંધ અનુસુચિત આદિજાતિ (સામાન્ય), શેપુઆંબા અનુસુચિત આદિજાતિ (સ્ત્રી), હંવતપાડા અનુસુચિત આદિજાતિ (સામાન્ય), લવચાલી અનુસુચિત આદિજાતિ (સ્ત્રી), પીપલાઇદેવી અનુસુચિત આદિજાતિ (સામાન્ય), કિરલી અનુસુચિત આદિજાતિ (સ્ત્રી), અને માળગા અનુસુચિત આદિજાતિ (સામાન્ય) બેઠક જાહેર થઈ છે.
આમ, ડાંગ જિલ્લાના આહવા તાલુકાના કુલ ૧૪ પંચાયતોના સરપંચો માટે અનુસુચિત આદિજાતિ (સ્ત્રી) ની ૭ બેઠકો, અને અનુસુચિત આદિજાતિ (સામાન્ય) ૭ બેઠકો સહિત વઘઇ તાલુકાની કુલ ૧૫ પંચાયતોના સરપંચો માટે અનુસુચિત આદિજાતિ (સ્ત્રી) ની ૭ બેઠકો, અને અનુસુચિત આદિજાતિ (સામાન્ય) ની ૮ બેઠકો, તથા સુબીર તાલુકાની કુલ ૧૨ પંચાયતોના સરપંચો માટે અનુસુચિત આદિજાતિ (સ્ત્રી) ની ૬ બેઠકો, અને અનુસુચિત આદિજાતિ (સામાન્ય) ની ૬ બેઠકો મળી ડાંગ જિલ્લાની કુલ ૪૧ પંચાયતોના સરપંચો પૈકી અનુસુચિત આદિજાતિ (સ્ત્રી) ની ૨૦, અને અનુસુચિત આદિજાતિ (સામાન્ય) ની ૨૧ બેઠકો જાહેર કરવામા આવી છે.

Share this Article
Leave a comment