ડાંગ જિલ્લાના આદિજાતિ પરિવારોને ફળાઉ રોપાઓનુ વિતરણ કરતા આદિજાતિ અને વન રાજ્ય મંત્રી શ્રી રમણલાલ પાટકર ;-ફળાઉ વૃક્ષોના વાવેતરથી પુરક રોજગારી મેળવવાનો મહાનુભાવોનો અનુરોધ

adminpoladgujarat
adminpoladgujarat
3 Min Read

આહવા; તા; ૨૨; ડાંગ જિલ્લાના છેવાડાના ખેડૂતો તેમની ખેતી અને પશુપાલનની સાથે સાથે તેમના ખેતર કે વાળામા ફળાઉ ઝાડના વૃક્ષોનુ વાવેતર કરીને, આજીવિકા વૃદ્ધિ કરી શકે તે માટે રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ડાંગ જિલ્લાના ૧૬૫૨ જેટલા આદિજાતિના લાભાર્થીઓ ફળાઉ રોપાઓનુ વિતરણ કરવામા આવી રહ્યુ છે, તેમ આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી રમણલાલ પાટકરે જણાવ્યુ હતુ.

તાજેતરમા ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્ય આદિજાતિ અને વન મંત્રી શ્રી રમણલાલ પાટકરે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના સાકરપાતળ, અને સુબીર તાલુકાના મુખ્ય મથકે ફળાઉ રોપાઓનુ વિતરણ કરતા ડાંગ જિલ્લા ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓમા પણ આ યોજના અંતર્ગત ફળાઉ વૃક્ષોનુ મોટાપાયે વિતરણ કરવામા આવી રહ્યુ છે તેમ ઉમેર્યુ હતુ. કોરોના સામેના અમોધ શસ્ત્ર એવા રસીકરણ કાર્યક્રમમા જોડાઈને સૌને ફરજીયાતપણે વેક્સિન લેવાનો અનુરોધ પણ મંત્રીશ્રીએ આ વેળા કર્યો હતો.

મંત્રીશ્રી સાથે સાકરપાતળના કાર્યક્રમમા ઉપસ્થિત ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે ડાંગ જિલ્લામા વાડી યોજના સહિતની વિવિધ આજીવિકા વૃદ્ધિની યોજનાઓના લાભો થકી આદિજાતિ પરિવારો પુરક રોજ્ગારી મેળવી શકે છે, તેમ જણાવી છેવાડાના માનવીઓ માટે ચિંતિતિ રાજ્ય સરકારની વિવિધ વિકાસ યોજનાઓનો લાભ લેવા સૌને અનુરોધ કર્યો હતો.
આદિજાતિ સમાજ માટે ગર્ભાધાનથી લઈને મૃત્યુપર્યંતની વિવિધ યોજનાઓ અમલી બનાવીને સંવેદનશીલ રાજ્ય અને કેન્દ્ર સરકાર આદિવાસી સમાજના ઉત્થાન માટે કાર્ય કરી રહી છે. ત્યારે વિનામૂલ્યે આપતા ફળાઉ રોપાઓનો સુપેરે ઉછેર કરીને પુરક આવક મેળવવાની હિમાયત કરતા ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે વિવિધ યોજનાકીય લાભો મેળવીને સૌને વિકાસ સાધવા અનુરોધ કર્યો હતો. શ્રી પટેલે કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે પ્રજાજનોને સુરક્ષિત થવા માટે સત્વરે વેક્સીન લેવાની પણ અપીલ કરી હતી. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગની ન્યુ ગુજરાત પેટર્ન યોજનાના મેમ્બર શ્રી દશરથભાઈ પવારે ફળાઉ રોપાઓના જતન સંવર્ધન થકી ભાવી પેઢી માટે આવકનો સ્ત્રોત ઉભો કરવાનો અનુરોધ કરતા, કોરોના મહામારી સામે સુરક્ષિત રહેવા માટે ફરજીયાતપણે સૌ પ્રજાજનો વેક્સીન લે તેવી અપીલ પણ કરી હતી.
રોજગારીના સીમિત સાધનો વચ્ચે માંડ ખેતી અને પશુપાલન ઉપર જ નિર્ભર રહેતા ડાંગના પ્રજાજનો માટે ફળાઉ વૃક્ષો ભવિષ્યમા આવકના સ્ત્રોત બની રહેશે, તેમ જણાવતા ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ અર્થ ઉપાર્જન કરતા ફળાઉ વૃક્ષોના જતન અને સંવર્ધન ઉપર પણ ભાર મુક્યો હતો. આદિજાતિના પરિવારો માટે રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વાડી યોજના સહીત શાકભાજીની ખેતી ઉપરાંત અનેકવિધ યોજનાઓ અમલી બનાવીને આદિવાસી પરિવારોના વિકાસની તક ઉપલબ્ધ કરી છે, તેમ જણાવતા પ્રાયોજના વહીવટદાર શ્રી કે.જિ.ભગોરાએ વૃક્ષ ઉછેર સાથે આજીવિકા વૃદ્ધી સહીત વન પર્યાવરણનુ જતન કરવાની પણ હિમાયત કરી હતી.
ડાંગ જિલ્લાના સાકરપાતળની પ્રાથમિક શાળા, અને સુબીરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે યોજાયેલા મંત્રીશ્રીના આ કાર્યક્રમમા ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.એન.ચૌધરી, સબ ડીએફઓ શ્રી રોહિત ચૌધરી, સામાજિક કાર્યકરો સર્વશ્રી કિશોરભાઈ ગાવિત,

Share this Article
Leave a comment