ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી-૨૦૨૧, જિલ્લો ડાંગ
આહવા તાલુકાની ૧૪ પૈકી એક ગ્રામ પંચાયત
૧૩ ગ્રામ પંચાયતો માટે ૩૧ હરીફ ઉમેદવારો સરપંચ પદ માટે, જ્યારે ૧૧૭ વોર્ડ માટે ૨૭૮ હરીફ ઉમેદવારો વચ્ચે યોજાશે સભ્યપદ માટેની ચૂંટણી
આહવા: તા; ૭; આગામી તા.૧૯મી ડિસેમ્બરે ડાંગ જિલ્લાના આહવા તાલુકામા ૧૪ જેટલી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર હતી, જે પૈકી ઘોઘલી પંચાયત બિનહરીફ થતા હવે અહીં ૧૩ પંચાયતોની ચૂંટણી યોજાશે. તા.૭/૧૨/૨૦૨૧ના રોજ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખે આહવા તાલુકાની ઘોઘલી ગ્રામ પંચાયતના સરપંચના એક ઉમેદવાર સહિત આઠ સભ્યોએ તેમની ઉમેદવારી પરત ખેંચતા ઘોઘલી પંચાયત બિનહરીફ જાહેર થઈ છે. જેથી હવે આહવા તાલુકામા ૧૩ ગ્રામ પંચાયતોના સરપંચ પદ માટે કુલ ૩૧, અને ૧૧૭ વોર્ડ માટેના સભ્યપદ માટે કુલ ૨૭૮ હરીફ ઉમેદવારો આખરી થવા પામ્યા છે. ઉલ્લેખનીય છે કે, આહવા તાલુકાના ઘોઘલીના આઠ ઉપરાંત જાખાના અને ચિકટિયાના એક એક, અને ચૌકયાના ૩ મળી કુલ ૧૩ સભ્યોએ તેમની ઉમેદવારી પરત ખેંચી છે
–