સુરત શહેરમાં કોરોના વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે ઉત્રાણ ખાતે આવેલ સુમન મંદિર આવસ ખાતે
સુરત મનપાના સ્લમ વિભાગ અને મેડિકલ વિભાગ દ્વારા વેક્સિન આપવાનો સામુહિક કેમ્પ રાખવામાં આવેલ જેમાં 45 વર્ષથી વધુ ઉંમર ધરાવતા સુમન મંદિર ના રહેવાસીઓ એ કોરાના વેક્સિન (રસી) લીધી હતી જેમાં અનેક યુવા અગ્રણીઓનો પણ સમાવેશ થઇ રહ્યો છે.
પત્રકાર અને સુમન મંદિર ડી સોસાયટીના પ્રમુખ અનિલ શુકલાએ જણાવ્યું હતું કે કોરાના વેક્સિન સંપૂર્ણ સ્વદેશી છે. તેના લેવાથી કોઇ જ પ્રકારનીઆડઅસર થતી નથી. અને દરેક યુવાનોએ કોરોનાને હરાવવા માટે તથા સંક્રમણ ઘટાડવા અને પોતાની ઇમ્યુનિટી મજબુત બનાવવા માટે ફરજીયાત બંને ડોઝ લેવા જોઇએ તેવો સંદેશો પણ તેમણે આપ્યો હતો