સરકારના સ્વચ્છ ભારત અભિયાનના વ્યારાના રિવરફ્રન્ટ ખાતે ધજાગરા ઊડ્યા

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

તાપીજિલ્લાના મુખ્ય વડા મથક વ્યારા ખાતે આવેલ રિવરફ્રન્ટ ખાતે આવેલ શૌચાલય વ્યારા નગર પાલિકા દ્વારા સાફ સફાઇ થતા નથી અહીં સ્વછતા ઝુંબેશના ધજાગરા ઉડી રહ્યાં છે. શૌચાલયની ઘણા સમયથી સાફ સફાઈ થતી ન હોવાથી ગંદકી અને દુર્ગંધથી ખદબદી રહી છે. રિવરફ્રન્ટ ખાતે આવતા પ્રજાજનો ગંદકીને જોઈ રોષે ભરાઈ રહ્યા છે. શૌચાલયનું સાફ સફાઇ ન થતાં સ્વચ્છ ભારતના અભિયાનને લાંછન લાગી રહ્યું છે. વ્યારા નગર પાલિકા દ્વારા સરકારના સ્વચ્છ ભારત અભિયાનની પણ ઠેકડી ઊડી રહી છે.

Share this Article
Leave a comment