સુરત, ગુજરાતમાં મહિલાઓ પર થતા અત્યાચાર, દુષ્કર્મ અને હત્યા મામલે અખિલ ભારત હિન્દૂ મહાસભાએ સુરત પોલીસ કમિશ્નર હસ્તક રાજ્યના ગૃહ મંત્રીને આવેદનપત્ર આપ્યું હતું અને આવી ઘટનાઓ પર રોક લગાવવા અને આરોપીને કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી
ગુજરાતમાં મહિલાઓ પર થતા અત્યાચાર, દુષ્કર્મ અને હત્યા મામલે અખિલ ભારત હિન્દૂ મહાસભાએ સુરત પોલીસ કમિશ્નર હસ્તક રાજ્યના ગૃહ મંત્રીને આવેદનપત્ર આપ્યું હતું અને આવી ઘટનાઓ પર રોક લગાવવા અને આરોપીને કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી અખિલ ભારત હિન્દૂ મહાસભા-ગુજરાત પ્રદેશ પ્રભારી જય ટાંક અને પ્રદેશ ઉપાધ્યક્ષ ડી.કે.પટેલે જણાવ્યું હતું કે સુરત શહેરમાં હાલ ગુના ખોરી વધી રહી છે અને તેમાં પણ ખાસ કરીને મહિલાઓ અને બાળકીઓ પર અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યા છે. સુરતમાં થોડા દિવસો અગાઉ પાંડેસરા વિસ્તારમાં બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરી તેની હત્યા કરી દેવામાં આવી હતી તેમજ સચિન વિસ્તારમાં માત્ર 8 વર્ષની બાળકી પર અપહરણ કરી નરાધમ યુવકે દુષ્કર્મ આચર્યું છે.. આ ઘટનામાં હજુ પણ આરોપી પોલીસ પકડ થી દૂર છે. ઉપરાંત ભૂતકાળમાં પણ બાળકીઓ પર દુષ્કર્મની ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે. ત્યારે આવા ગુનેગારોને કડક સજા થાય અને આવા ગુનાઓ બનતા અટકે તે માટે અખિલ ભારત હિન્દૂ મહાસભા ગુજરાત પ્રદેશ આવા રેપ, ગેંગરેપ હત્યા, જેવા બનાવોમાં જવાબદાર ગુનેગારોને જાહેરમાં ફાંસી આપવાની માંગ સાથે સુરત પોલીસ કમિશનર મારફતે ગૃહમંત્રીના નામે આવેદનપાત્ર આપવામાં આવે છે.
જો આવનારા સમયમાં આવા ગુનાઓ પર અંકુશ લાવવા તંત્ર દ્વારા કોઈ કડક પગલાં ભરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં અખિલ ભારત હિન્દૂ મહાસભા દ્વારા જન આંદોલન કરવામાં આવશે.