પદમ ડુંગળી , નવસારી ની યુવતી ને પરિવાર સાથે મિલન કરાવતી અભયમ 181મહિલા હેલ્પલાઇન ટિમ

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

ગ તળાવની પાસે ,જલારામ ગેરેજ ની સામે એક યુવતી બે ત્રણ કલાક થી ફર્યા કરે છે તેમને મદદરૂપ બનવા એક ત્રાહિત વ્યક્તિ એ 181મહિલા હેલ્પલાઇન મા કોલ કરતા અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી યુવતી સાથે વાતચીત કરતા એવું લાગ્યું કે તે ભૂલી પડેલ છે અને ઘરે કેવી રીતે જવુ તે નક્કી કરી શકતી ના હતી જેથી અભયમ ટીમે તેને સહીસલામત પરિવાર સાથે પહોંચાડવા તેની સાથે આત્મીયતા થી વાતચીત કરતા જાણી શકાયું કે તે પદમ ડુંગળી , નવસારી ગામ ની છે અને તેના પિતા નું નામ રામ લાલ પટેલ છે મળી આવેલ યુવતી નું નામ સુરેખા બેન છે જેથી અભયમ ટીમે વ્યારા લોકેશન ની મદદ થી સુરેખા. બેન નો ફોટો વ્યારા લોકેશન ને મોકલતા માલૂમ પડ્યું કે આ બેન વારે વરે ઘરે થી ભાગી જાય છે જેથી વ્યારા લોકેશન એ તેઓ ના પરિવાર ને જાણ કરી યુવતી ને સહી સલામત ની ડાંગ. અભયમ ટીમે યુવતી ને વ્યારા ટિમ ના માધ્યમ દ્વારા વ્યારા અભયમ ટિમ ને સોંપેલ જેઓ એ યુવતી ને પદમ ડુંગળી તેમના પરિવાર ને સોંપેલ આમ અભયમ ટિમ ના પ્રયત્નો થી ભૂલી પડેલ યુવતી ને તેના પરિવાર ને સોંપતા પરિવારે અભયમ ટિમ નો ખુબ આભાર માન્યો હતો.

Share this Article
Leave a comment