સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ડુંગરી ગામ ખાતે તા ૩.૧. ૨૦૨૧ ના રોજ ગામીત સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય મહેમાન તરીકે બીજેપી સાંસદ મનસુખભાઈ વસાવા,મજીમંત્રી કાંતિભાઈ ગામીત.બીજેપી પ્રમુખ જગદીશ ભાઈ ગામીત તેમજ તાપી જિલ્લાના એન,સી,પી ના પ્રમુખ શ્રી પીલાજીભાઈ હાજર રહ્યા હતા.તમામ ઉપસ્થિત મહેમાનો નોએ ગામીત સમાજ ના યુવાનો રમત ગમત અને બીજી અનેક પ્રવૃત્તિ માં આગળ વધી આત્મા નિર્ભર બની શકે અને સમાજ ને કઈ રીતે આગળ લાવવું તે બાબતે પોતપોતાના વક્તવ્યો રજૂ કર્યા હતા. આ ઉપરાંત આદિવાસી સમાજ કઈ રીતે આગળ આવે તેમજ પોતાની આદિકાળથી ચાલી આવેલી સંસ્કૃતિ જાળવી રાખે તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી.ત્યારબાદ ક્રિકેટ ટુર્નમેન્ટની શરૂવાત માજી મંત્રી કાંતિભાઈ દ્વારા નારિયળ વધારી કરવામાં આવી હતી. આ ટુર્નમેન્ટનું આયોજન ગામીત સમાજ ના યુવા કાર્યકર ઉમેશભાઈ ગામીત.વડીલ શ્રી દિનેશભાઈ ગામીત તેમજ સુધીરભાઈ વસાવા તેમજ ડુંગરી ગામના આગેવાન ગુમાન ભાઈ ગામીત તેમજ ગામના અન્યો આગેવાનો દ્વારા ગામીત સમાજનો વિકાસ અર્થે તેમજ સમાજ ની એકતા માટે કરવામાં આવ્યું હતું.