ડાંગની દેવિપાડા તથા ગીરા દાબદર ખેડૂત સહકારી મંડળીની નોંધણી રદ્દ

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

આહવા : તા: ૦૨: ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાની શ્રી દેવીપાડા વિભાગ ખેડૂત સેવા સહકારી મંડળી લી. તથા શ્રી ગીરા દાબદર વિભાગ ખેડૂત સેવા સહકારી મંડળી લી. ની નોંધણી સહકાર વિભાગ દ્વારા રદ્દ કરવામા આવી છે.
ડાંગના મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળીઓ) શ્રી સુરેન્દ્રભાઈ ભોયે તરફથી મળેલી અખબારી યાદી અનુસાર ફડચામા ગયેલી ઉક્ત બંને મંડળીઓના છેવટના ઓડિટ રિપોર્ટ બાદ, ફડચા અધિકારીના અભિપ્રાયને ધ્યાને લેતા ગુજરાત સહકારી મંડળીઓના કાયદાની કલમ-૧૧૪(૨) અન્વયે આ મંડળીઓના નોંધણી રદ્દ કરવામા આવી છે. જેની સંબંધિતોને નોંધ લેવા જણાવાયુ છે.

Share this Article
Leave a comment